1. Home
  2. Tag "TEACHERS"

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાના 4000 અધ્યાપકો ગ્રેડ પેના લાભથી વંચિત

• ટેકનીકલ શિક્ષણ વિભાગના રેઢિયાળ તંત્રને લીધે અધ્યાપકોને લાભ મળતો નથી • ઓનલાઈનને બદલે ઓફલાઈન અરજીઓ સ્વીકારવા માગ • સરકાર જાણી જોઈને વિલંબ કરી રહી છે, કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદઃ રાજ્યમાં ડીગ્રી ડીપ્લોમાં ઈજનેરી કોલેજના 4000 અધ્યાપકો મળવાપાત્ર લાભોથી વંચિત છે. ભાજપા સરકારની અટકાવવું, લટકાવાવું અને ભટકાવવાની નીતિના કારણે પાંચ તબકાની ચકાસણી બાદ પણ 4000 અધ્યાપકો […]

શિક્ષકોની ભરતીમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના ઉમેદવારોને સમાવવા માગ

શૈક્ષિક સંઘએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને કરી રજુઆત, અન્ય વિષયોની જેમ વૈકલ્પિક વિષય તરીકે શારીરિક શિક્ષણને પણ સમાવો, દરેક સ્કૂલમાં યોગ શિક્ષક પણ હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 13000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે પ્રકિયા હાથ ધરી છે. ત્યારે શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે […]

સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કેટલાક શિક્ષકોએ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે અમારા બંધારણ માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ભાગને […]

ગુજરાતમાં ધોરણ 3થી 10ના તમામ શિક્ષકો માટે શુક્રવારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 3થી 10ના શિક્ષકોને આગામી તા.12મી જુલાઈને શુક્રવારના રોજ ટેલિકોન્ફરન્સ દ્વારા ઓન લાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ઓનલાઈન તાલીમમાં બે મોડ્યુલ દ્વારા પ્રવર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને રાખીને 20 ઓનલાઈન કોર્સ જીસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ દરેક કોર્સનો સમય ગાળો એક કલાકનો છે. […]

શિક્ષકો જૂની પેન્શન યોજનાની માગ સાથે આંદોલનના માર્ગે, સરકારને ઢંઢોળવા મહામતદાન કરાયું

અમદાવાદઃ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતનાં કર્મચારીઓની ભરતી સહિતનાં પડતર માગણીઓ મુદ્દે  સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનાં શિક્ષકો સહિતનાં કર્મચારીઓએ બુધવારે એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. સમગ્ર રાજ્યના શિક્ષકો ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર […]

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ […]

ગુજરાતમાં હાટ એકેટના વધતા બનાવો વચ્ચે 2.18 લાખથી વધારે શિક્ષકોને CPRથી તાલીમબદ્ધ કરાયાં

અમદાવાદઃ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા. 3જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 86 હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં ૭૭ હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી […]

અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે તાલીમ શિબિર યોજાઈ

ગાંધીનગરઃ ટેક્નિકલ શિક્ષણ વિભાગની કચેરી, ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે અઠવાડિક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશ્નર  બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત નિયામક  સચિન પરીખ, તુષાર રાવલ, અધિક મુખ્ય કારોબારી  રાગેશ કાપડિયા તેમજ તેમની ટીમના સભ્યો દ્વારા  ટેક્નિકલ કોલેજના અધ્યાપકો માટે […]

રાજ્યમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને હાર્ટ એટેકમાં કેસમાં ત્વરિત સારવારની CRP તાલીમ અપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટ એટેકના સમયે દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓને સીઆરપી તાલીમ આપ્યા બાદ રવિવારે શાળાના શિક્ષકોને પણ સીઆરપી તાલીમ આપવામાં આવી હતી. અમદાવાદ, સુરત, વડાદરા, ભાવનગર સહિત તમામ શહેરોમાં સરકારી હોસ્પિટલના તબીબોએ શિક્ષકોને સીઆરપી તાલીમ આપી હતી. રાજ્યભરમાં હાર્ટ-એટેકના વધેલા કિસ્સાને કારણે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન, અધ્યાપકો મંગળવારે પરિવાર સાથે ધરણાં કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા ગત.તા 16 ઓક્ટોબરથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને ગરબા, ધરણાં, સૂત્રોચ્ચાર તથા ભજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code