1. Home
  2. Tag "team"

રણજી ટ્રોફી સૌથી વધુ વખત કોણે જીતી છે? એક ટીમ 40 થી વધુ વખત ચેમ્પિયન બની

મુંબઈએ સૌથી વધુ વખત રણજી ટ્રોફી જીતી છે. તેમણે રેકોર્ડ 42 રણજી ટ્રોફી ટાઇટલ જીત્યા છે. 1958/59 અને 1972/72 વચ્ચે, મુંબઈ સતત 15 વખત ચેમ્પિયન બન્યું, જે એક અવિશ્વસનીય રેકોર્ડ છે. મુંબઈએ 1934/35માં પ્રથમ રણજી ટ્રોફીમાં પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો, જ્યારે તેની ૪૨મી ટ્રોફી 2023/24 રણજી ટ્રોફીમાં જીતી હતી. કર્ણાટક રણજી ટ્રોફીમાં બીજા ક્રમની […]

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમને નહીં મળે સ્થાન?

પાકિસ્તાન ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ સારું રહ્યું છે. તેણે ઘણી મેચોમાં મજબૂત બેટિંગ કરીને પાકિસ્તાનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેને પાકિસ્તાનની T20 ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી T20 ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. પાકિસ્તાન ICC […]

IPL 2026માં ભારતના આ ત્રણ ખેલાડીઓ બદલી શકે છે ટીમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 શરૂ થવામાં હજુ લગભગ 8 મહિના બાકી છે, પરંતુ આગામી સીઝન અંગે ચર્ચા તેજ બની છે. ગત સીઝનના અંતથી IPL 2026 ટ્રેડ વિન્ડો ખુલી ગઈ છે. ત્યારથી, મોટા ખેલાડીઓના ટ્રેડ વિશે અટકળો ચાલી રહી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સંજુ સેમસન સહિત ત્રણ ભારતીય ખેલાડીઓની ટીમ આગામી […]

લીડ્સ ટેસ્ટનો આજે પાંચમો દિવસ, ઇંગ્લેન્ડની ટીમ જીત માટે 350 રનની જરૂર

ઇંગ્લેન્ડમાં લીડ્સના હેડિંગ્લે ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી એડિસન-તેંડૂલકર ટ્રોફી માટેની પ્રથમ ટેસ્ટ મેચમાં મુકાબલો રોમાંચક બની ચુક્યો છે. ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસે રમત પુરી થતા ઇંગ્લેન્ડે બીજી ઇંનિંગમાં કોઇ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ જીતથી 350 રન દૂર છે. જેક ક્રોલી […]

IPL 2025 મેગા ઓક્શન: હરાજી માટે કઈ ટીમ પાસે સૌથી વધુ પૈસા છે?

IPL 2025ની મેગા હરાજી માટે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં, ચાહકો આ હરાજી જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL મેગા ઓક્શન 2025માં ભાગ લેનાર ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બર 2024 ના રોજ સાઉદી અરેબિયામાં થશે. આ વખતે હરાજીમાં કુલ 574 […]

આખરે ગૌતમ ગંભીરની પત્ની કોણ છે? કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?

ગૌતમ ગંભીર…આ નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. તે રાહુલ દ્રવિડની જગ્યાએ કામ કરશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીત સાથે સમાપ્ત થઈ ગયો છે. હવે ભારતીય ટીમને ગંભીરના રૂપમાં નવો વડા મળ્યો છે. ગંભીરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે ક્રિકેટમાં ઘણું […]

ભારત અને પાકિસ્તાનની ટીમ આજે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે

T-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન ટીમ ન્યૂયોર્કના મેદાનમાં સામ-સામે ટકરાશે.. આ આઠમી વાર બનશે,, કે ટી-20માં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ,, એક બીજાનો સામનો કરશે.. આંકડા અને પ્રદર્શન પર ધ્યાન આપીએ,, તો ભારતીય ટીમનું પલ્લુ ભારે જોવા મળે છે.. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં,, અમેરિકા સામે હારી ગયું હતું.. ભારતીય ટીમે […]

IPL: ગુજરાત ટાઈટન્સની ટીમ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા લેવન્ડર રંગની જર્સી પહેરશે

અમદાવાદઃ 13 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ કેન્સર પ્રત્યે જાગૃતતા ફેલાવવા લેવન્ડર રંગની જર્સી પહેરશે. અમદાવાદમાં કોલકતા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ લેવન્ડર રંગની જર્સી પહેરી મેદાનમાં ઉતરશે ગુજરાત ટાઈટન્સની ટીમ. ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીએ આ જાહેરાત કરી છે. આ સતત બીજું વર્ષ હશે જ્યારે ગુજરાત ટાઈટન્સની ટીમ લેવન્ડર જર્સી પહેરીને […]

ગુજરાતના નાનકડા ગામમાં આવી પહોંચી તારક મહેતાની ટીમ, ગૌશાળાની ગાયને ઘાસ ખવડાવ્યું

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામમાં બનતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ સંપૂર્ણ રખડતા ઢોર મુક્ત બન્યું છે. ગામના રખડતા 250 જેટલા ઢોરને બાલ મુકુંદ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. ત્યારે રખડતા ઢોર મુક્ત ગામની મુલાકાત માટે ફેમસ […]

ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને તેની ધરતી ઉપર 54 વર્ષમાં પહેલીવાર પરાજય આપ્યો

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે કિવી ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ ન્યૂઝીલેન્ડની ટીમ  54 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનમાં શ્રેણી જીતી હતી. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે અંતમાં આવીને 42 બોલમાં 4 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 63 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code