1. Home
  2. Tag "team india"

હું ભારતીય ટીમ સાથે છું અને ટીમને પ્રોત્સાહિત કરતો રહીશઃ હાર્દિક પંડ્યા

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ICC વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, આ ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત મેળવી છે, આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. દરમિયાન ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઈજાને કારણે ટીમમાંથી દુર થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર થયો છે. દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં વિશ્વકપમાંથી બહાર થવા અંગે દુખ […]

ટીમ ઈન્ડિયાની જીત સાથે કોહલીએ સચિન-ધોનીને પાછળ છોડયા,ખાસ લિસ્ટના ટોપ-3માં બનાવી જગ્યા

મુંબઈ: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ મેગા ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવીને તેણે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં 302 રનથી જોરદાર વિજય મેળવ્યો હતો. […]

ન્યૂઝીલેન્ડની સામેની મેચમાં ભારતીય ટીમમાં શમી અને અશ્વિનમાંથી એકને સ્થાન મળવાની આશા

નવી દિલ્હીઃ ભારતમાં આઈસીસી વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, દરમિયાન ભારતીય ટીમનો ઓલ રાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાને કારણે આવતીકાલે રવિવારે રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહીં. હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન આપવામાં આવે છે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હાર્દિક પંડ્યાના બદલે હવે બોલીંગ અને બેટીંગ કરી શકે તેવા પ્લેયરનો […]

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો

મુંબઈઃ પુણેમાં આઈસીસી વર્લ્ડકપની ભારત અને બાંગ્લાદેશની મેચ આજે રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક પટેલની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી. બાંગ્લાદેશ સામેની નવમી ઓવર હાર્દિક પંડ્યા નાખી […]

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમને હરાવવી ભારે મુશ્કેલઃ રિકી પોન્ટિંગ

નવી દિલ્હીઃ વિશ્વકપમાં ભારતીય ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે રોહિત શર્માની કેપ્ટની હેઠળની ટીમ ઈન્ડિયાના વખાણ કર્યાં છે. તેમજ કહ્યું હતું કે, ભારતીય ટીમ વર્લ્ડકપની મજબુત દાવેદાર છે અને આ ટીમને હરાવવી ભારે મુશ્કેલ છે. દબાણવારી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા સારુ પ્રદર્શન કરવાનું જાણે છે. પોન્ટિંગે આઈસીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, […]

વિશ્વકપઃ ભારતીટ ટીમના નવ ક્રિકેટરોને વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આસીસી વર્લ્ડકપનો મહામુકાબલો યોજાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના નવ ખેલાડીઓ પાસે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે. 2015 અને 2019માં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની જીતમાં ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલી વર્ષ […]

વર્લ્ડ કપ વચ્ચે ICCએ કરી મોટી જાહેરાત,ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓને મળી ભેટ

દિલ્હી: વર્લ્ડ કપ 2023 વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક મોટી જાહેરાત કરી છે. આઇસીસીએ સપ્ટેમ્બર મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે પુરૂષ વર્ગમાં ત્રણ ખેલાડીઓમાંથી 2 ભારતીય છે. આ બંને ખેલાડીઓ હાલમાં વર્લ્ડ કપમાં રમી રહ્યા છે અને ગયા મહિને ભારતને એશિયા […]

Asian Games:ક્વાર્ટર ફાઈનલનું સંપૂર્ણ શેડ્યૂલ થયું જાહેર,જાણો ટીમ ઈન્ડિયા કોની સામે ટકરાશે

દિલ્હી: ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સની પુરૂષ ક્રિકેટ સ્પર્ધા હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે મલેશિયાએ થાઈલેન્ડને 194 રને હરાવીને ગ્રુપ સ્ટેજ સમાપ્ત કર્યું. આ સાથે ગ્રુપ સ્ટેજ બાદ ક્વાર્ટર ફાઈનલની તમામ આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પહેલાથી જ સારી રેન્કિંગના આધારે અંતિમ 8માં સીધી એન્ટ્રી […]

Asian Games 2023:સ્ક્વોશમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સફળતા,પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ

મુંબઈ: એશિયન ગેમ્સની સ્ક્વોશ ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને છેલ્લા સેટમાં હરાવ્યું હતું. ભારતીય સ્ક્વોશ મેન્સ ટીમ ગેમમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું. સૌરવ ઘોષાલ, અભય સિંહ અને મહેશ મંગાંવકરની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચનો પહેલો સેટ પાકિસ્તાને જીત્યો હતો, જ્યાં મહેશ મંગાવકરને હારનો સામનો […]

Asian Games 2023:બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા,હવે પાકિસ્તાન સાથે થઈ શકે છે ટક્કર

દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને જીતવા માટે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે 8.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારત માટે જેમિમા રોડ્રિગ્સે સૌથી વધુ 20 રનની અણનમ ઇનિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code