ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, બે દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જશે
સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે 3થી 8 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી કેટલાક વિસ્તારોમાં માવઠુ પણ પડી શકે છે અમદાવાદઃ રાજ્યમાં આજથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારે 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે કંડલા અને રાજકોટમાં 42 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું હતુ. […]