1. Home
  2. Tag "terrorism"

પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ અને આતંકવાદ માટે ઈમરાન ખાન જવાબદારઃ મરિયમ નવાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મામલે ઈમરાન ખાન સહિતના રાજકીય આગેવાનો એક-બીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને પોતાનો લુલો બચાવ કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની ઉપઅધ્યક્ષ મરિયમ નવાઝએ દેશની હાલની પરિસ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સહિત પાંચ આગેવાનોને જવાબદાર ઠરાવ્યાં […]

આતંકવાદ સામે મોદી સરકારનું આકરુ વલણઃ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન TRF ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેટવર્કને તોડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને UAPA ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકી સંગઠન […]

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ […]

ભારત-અમેરિકાએ આતંકવાદનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી 

દિલ્હી:ભારત અને અમેરિકાએ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરવાની ક્ષમતાને ખલેલ પહોંચાડવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.બંનેએ તમામ દેશોને તેમની ધરતીનો આતંકવાદી હુમલા માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક બદલી ન શકાય તેવા પગલાં લેવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી સંગઠનો અને અલ-કાયદા, ISIS/Daesh, […]

પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાયઃ એસ.જયશંકર

ભારત અને જર્મનીના વિદેશ મંત્રીની બેઠક મળી આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ અંગે જર્મનીને જાણ કરાઈ આતંકવાદ સહિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે એક શરત મૂકી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી ભારત તેની સાથે વાતચીત […]

આતંકવાદ-કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદના પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સત્રમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે આતંકવાદ બેશકપણે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ […]

નો મની ફોર ટેરર: આતંકવાદ મુદ્દે PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​’નો મની ફોર ટેરર’ આતંક ફંડિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંત્રી સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે તે મોટી વાત છે. […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે હવે ત્રાસવાદીઓએ હથિયાર ઉઠાવ્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફએ આતંકવાદ મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદ આજે પાકિસ્તાનની મુખ્ય સમસ્યા બની ગઈ છે. શરીફનું આ નિવેદન ખૈબર પુખ્તૂનરખામાં થયેલા આતંકવાદી હુમલાની નિદા કરતા આપ્યું હતું. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાનને પોલીસ વાનને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. જેમાં એએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા. […]

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં […]

આતંકવાદ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, ભારત તેની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે લોકો અને સંસ્કૃતિઓની ઉજવણી છે. ઇન્ટરપોલ વર્ષ 2023માં તેની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણી કરશે. આ પશ્ચાદ દર્શનનો સમય છે તેમજ ભવિષ્ય નક્કી કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code