1. Home
  2. Tag "Terrorist"

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકીનો ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હતી. લગભગ 5 કલાક બાદ એક આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો છે. જોકે,આ ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુલગામ જિલ્લાના હુવરા ગામમાં એન્કાઉન્ટર થયું છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. સુરક્ષા દળોએ સ્થળને કોર્ડન […]

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં યુવકની ગોળી મારી હત્યા,આ આતંકી સંગઠને લીધી જવાબદારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દૂધ ખરીદવા બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા સોમવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ જમ્મુ ક્ષેત્રના ઉધમપુર જિલ્લાના દીપુ તરીકે થઈ છે, જે એક સર્કસમાં કામ કરતો હતો અને જંગલાત મંડી વિસ્તારમાં રહીને સર્કસ બતાવતો હતો. તેને સુરક્ષા આપવામાં […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં 5 કિલો IED સાથે આતંકીનો મદદગાર અરેસ્ટ,ખતરનાક ષડયંત્ર નિષ્ફળ!

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે એક ખતરનાક ષડયંત્રને નિષ્ફળ બનાવીને પુલવામાથી આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 કિલો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પુલવામા પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓના ધરપકડ કરાયેલા સહયોગીનું નામ ઈશફાક અહેમદ […]

મહારાષ્ટ્ર દિવસ પર આતંકી હુમલાની આશંકા, શિવાજી પાર્ક વિસ્તારમાં કલમ 144 લાગુ

મુંબઈ : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આતંક મચાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આવતા મહિનાના પહેલા સપ્તાહમાં મુંબઈમાં આતંકવાદી ઘટના બની શકે છે. મહારાષ્ટ્ર દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવે છે. ઈન્ટેલિજન્સ વિભાગના રિપોર્ટ અનુસાર આ દિવસે આતંકી હુમલો થવાની સંભાવના છે. શિવાજી પાર્કમાં આયોજિત પરેડ દરમિયાન આતંકી હુમલો થઈ શકે છે. આ […]

આતંકવાદીઓના ત્રાસથી કંટેળીને હવે ચીનના નાગિરકો પાકિસ્તાનમાં પોતાનો વ્યવસાય બંધ કરી રહ્યાં છે ?

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન આઈએણએફ પાસેથી લોનની આશા રાખી રહ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશો પાસે પાકિસ્તાને મદદ માટે હાથ લંબાવ્યો હતો પરંતુ પાકિસ્તાનને મદદ કરવાનો ઈન્કાર કર્યો છે. હવે શરીફ સરકારને પાકિસ્તાનના સૌથી નજીકના સાથી ચીન તરફથી પણ મોટો ફટકો પડી શકે છે. વાસ્તવમાં, અહીં ચીનના નાગરિકો દ્વારા ચલાવવામાં […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં કાશ્મીરી પંડિત પર આતંકીઓએ કર્યું ફાયરિંગ,આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી   

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપ્યો છે.સંજય નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી પર ગોળીબાર કર્યો હતો.તે પુલવામા જિલ્લાના અચાનનો રહેવાસી છે.આ ઘટના બની ત્યારે સંજય […]

J&K: પરફ્યુમ બોમ્બ વડે હુમલાનું કાવતરું,સ્પર્શ કરતાં જ થાય છે બ્લાસ્ટ,લશ્કરના આતંકવાદીની ધરપકડ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના નરવાલમાં 21 જાન્યુઆરીએ બે IED બ્લાસ્ટ થયા હતા.આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા.પોલીસે વિસ્ફોટને અંજામ આપનાર આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.આ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતો.એટલું જ નહીં આતંકવાદી પાસે પરફ્યુમ બોમ્બ પણ મળી આવ્યો છે.સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ પરફ્યુમને કોઈ સ્પર્શે કે દબાવતા જ તે વિસ્ફોટ થઈ જાય છે.ખાસ […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

આતંકવાદી જાહેર કરનાયેલા મીરની જાણો કર્મકુંડળી, ટાર્ગેટ કિલિંગને ઘટનોનો છે મુખ્ય સુત્રધાર

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે મોદી સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ત્રાસવાદી અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન ઉપર કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ સહિતના ગુનાઓને અંજામ આપીને લોહીની નદીઓ વહેડાવતા મીર અનેક ગુનામાં વોન્ડેટ છે. સરકાર […]

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપી

મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે,લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકી હુમલો કરનાર છે.આ ઈમેલ બાદ હોબાળો મચી ગયો હતો.આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળ્યા બાદ બાંદ્રા પોલીસે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code