સુરતઃ દર્શનાબેનને ટેક્સટાઈલ મંત્રાલયની જવાબદારી સોંપાતા કાપડા ઉદ્યોગકારોને પડતર પ્રશ્નો ઉકેલાવાની આશા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં સુરતના મહિલા સાંસદ દર્શનાબેન જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે. ટેક્સટાઈલ વિભાગની જવાબદારી પિયુષ ગોયલ અને દર્શનાબેનને સોંપવામાં આવી છે. જેથી કાપડ ઉદ્યોગથી ધમધમતા સુરતના ટેક્સટાઈલના વેપારીઓને પોતાના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તેવી આશા બંધાઈ છે. તેમજ સરકાર પાસે પેન્ડિંગ રૂ. 625 કરોડનું રિફંડ છૂટું […]