ગાંધીનગરમાં G-20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની ત્રિદિવસીય બેઠકનો આજથી પ્રારંભ થશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આજથી એટલે કે, તા. 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G-20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે. G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ […]