1. Home
  2. Tag "Three Days"

ઉજ્જૈન : ત્રણ દિવસમાં 11.35 લાખ ભક્તોએ મહાકાલના ચરણોમાં શીશ ઝુકાવ્યું

ઉજ્જૈનઃ વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયામાં દેશભર માંથી આવેલા ભક્તોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. મંદિર સંચાલકો અનુસાર શુક્રવાર થી રવિવાર સુધી ત્રણ દિવસમાં 11.35 લાખ ભક્તો મહાકાલેશ્વર પહોંચ્યાં હતા. મંદિરના સંચાલક સંદીપ સોની અનુસાર શુક્રવારે 2.75 લાખ, શનિવારે 3.50 લાખ અને રવિવારે 5.10 લાખ ભક્તો મહાકાલેશ્વરના દર્શનનો લાભ લીધો હતા. આ આંકડા હેડ કાઉન્ટ મશીન અનુસાર […]

રાજકોટમાં ત્રણ દિવસમાં અકસ્માતના 4 બનાવો, પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યુ

રાજકોટ:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં નબીરાઓ બેફામ ઝડપે કાર કે એસયુવી ચલાવીને અકસ્માતો સર્જતા હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના આવા ચાર બનાવો બન્યા છે. અમદાવાદમાં તથ્ય પટેલના અકસ્માતકાંડ બાદ તમામ મહાનગરોમાં ટ્રાફિક પોલીસ પૂર ઝડપે વાહનો ચલાવનારા સામે પગલાં લઈ રહી છે. ત્યારે રાજકોટમાં હજુ પણ નબીરાઓ બોફામ ઝડપે વાહનો […]

ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી, ગોંડલ,જસદણ અને વીરપુરમાં પડ્યો કમોસમી વરસાદ

રાજકોટઃ રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજથી ત્રણ દિવસ એટલે કે, 5, 6 અને 7 એપ્રિલના રોજ  કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો ગોંડલ, જસદણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાતના ચૂંટણી પ્રવાસે, પાંચ સભા સંબોધશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા પ્રચારની મુખ્ય કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સામે વલસાડ અને કાલે રવિવારે સોમનાથ, અમરેલી, ઘોરાજી અને બોટાદમાં જોહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના ત્રણ દિવસના ચૂંટણી પ્રવાસ દરમિયાન આઠ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે […]

ગુજરાતમાં પાનોલી તેમજ વડોદરા નજીક ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું 800 કિલો ડ્રગ્સ પકડાયું

અમદાવાદઃ ગુજરાત ડ્રગ્સનું હબ બનતું જાય છે. છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં કુલ 803 કિલો એટલે કે પોણા ટનથી પણ વધુ MD ડ્રગ્સ ઝડપાયું છે. આમાંથી અડધો ટન જેટલો (513 કિલો) જથ્થો તો મુંબઈની એન્ટિ-નાર્કોટિક્સ સેલ આવીને ભરુચની પાનોલી GIDCની કંપનીમાંથી પકડી ગઈ છે. જ્યારે ગુજરાત પોલીસે પાનોલીની એ જ કંપનીમાંથી મંગળવારે વધુ 90 કિલો MD […]

સુરતમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓ ત્રણ દિવસમાં કોન્ટ્રાકટરોના ખર્ચે રિપેર કરાશે,

સુરતઃ  શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે. સુરતના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે […]

ઐતિહાસિક નગરી વડનગરમાં હવે દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ ઊજવાશે, સરકાર કર્યો નિર્ણય

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં વડનગરનો પણ સમાવેશ થાય છે. વડનગરની પુરાતત્વીય સંસ્કૃતીને વૈશ્વીકસ્તરે ઊજાગર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રતિ વર્ષ ત્રણ દિવસ વડનગર ઉત્સવ આયોજીત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી […]

રાજકોટમાં વોટર સમ્પની મરામતને લીધે ભર ઉનાળે ત્રણ દિવસનો પાણી કાપ

રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે નર્મદાના નીરને કારણે પાણીની સમસ્યા નહીવત બની ગઈ છે. જે સમસ્યા સર્જાઈ છે. તે કેટલાક લોકોને કારણે છે. કારણે કે, ઉનાળામાં પાણીનો બીન જરૂરી વેડફાટ, પાણીના નળ પર મોટર મુકીને ખેંચાતું પાણી, વગેરે સમસ્યાને લીધે લોકો સુધી પાણીનો પુરતો પુરવઠો પહોંચતો ન હોવાથી પાણીની […]

સુરતના કાપડ ઉદ્યોગનો કપરો સમય, કાપડની મિલો અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રાખવી પડે છે

સુરતઃ કોરોનાના કાળમાં સુરતના કાપડ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડની માગમાં ઘટાડો થતાં તેના કારણે મિલ માલિકોને સપ્તાહમાં બેથી ત્રણ દિવસ મિલ બંધ રાખવાની ફરજ પડી છે. કોલસાના ભાવમાં વધારો અને લગ્નસરાની સિઝન હોવા છતાં કાપડની ડિમાન્ડ ઓછી જોવા મળી છે. દિવાળીના 15 દિવસ પહેલાં જે પરિસ્થિતિ આ ઉદ્યોગમાં હતી […]

મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વાદલો ગોરંભાતા વરસાદી માહોલ સર્જાયો છે, પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સવારે 7વાગ્યે પુરા તતા 24 કલાક દરમિયાન 125 તલુકામાં ઝાપટાં લઈને અઢી ઈંચ વરસાદ પડ્યો હતો ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારથી બપોર સુધીમાં 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code