1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી
મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

0
Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં વાદલો ગોરંભાતા વરસાદી માહોલ સર્જાયો છે, પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સવારે 7વાગ્યે પુરા તતા 24 કલાક દરમિયાન 125 તલુકામાં ઝાપટાં લઈને અઢી ઈંચ વરસાદ પડ્યો હતો ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારથી બપોર સુધીમાં 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે.

હવામાન વિભાગ મુજબ, મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 5.31 ઈંચ સાથે મોસમનો સરેરાશ 19.63 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધીમાં 7.91 ઈંચ સાથે મોસમનો 28.72 ટકા વરસાદ નોંધાયો હતો.

સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 20.72 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 25.21 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 18.67 ટકા, મધ્ય ગુજરાતમાં 19.63 ટકા, સૌરાષ્ટ્રમાં 21.39 ટકા,દક્ષિણ ગુજરાતમાં 20.67 ટકા જેટલો વરસાદ થયો છે. તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 125 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

અમદાવાદ જિલ્લામાંથી અત્યાર સુધી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 9.05 જ્યારે વિરમગામમાં સૌથી ઓછો 2.67 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્યત્ર ધંધુકામાં 8.66 ધોળકામાં 5.39, બાવળામાં 5.11, દસક્રોઇમાં 4.72 માંડલમાં 3.77 અને ધોલેરા-દેત્રોજમાં 2.79 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારસુધી 6.64 ઈંચ સાથે મોસમનો 20.09 વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધી 10.87 ઈંચ સાથે મોસમનો 33.23 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે જ્યારે રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 36 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલમાં પાણીનો 201918 MCFT સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 36.22 ટકા છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 144322 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 36.22 ટકા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code