કલોલ હાઈવે પર ગુટખાનાં ગેરકાયદેસર જથ્થા સાથે ત્રણ ટ્રક પકડાતા GSTની ચોરીનો પડદાફાશ
ગાંધીનગરઃ જિલ્લાના કલોલ – નારદીપુર રોડ પરથી રાજસ્થાન તરફ ગેરકાયદેસર ગુટખાનો લાખો રૂપિયાનો મસમોટો જથ્થો ફેકટરીથી લઈને નીકળેલી ત્રણ ટ્રકોને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી જીએસટી ચોરીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા ગુટખાના ગેરકાયદેસર કારોબાર પર સ્ટેટ મોનીટરીંગની કાર્યવાહીથી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના નાના મોટા વેપારીઓ ફફડી […]