ગુજરાતઃ હોળી પર્વને લઈને એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવાશે
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક […]