ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે: રાજ્યપાલ
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડા જિલ્લાના બિડજ ખાતે એન.ડી.ડી.બી.ની સુપિરિયર એનિમલ જિનેટિક્સ લેબોરેટરીની મુલાકાતે હતા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેક્સ સોર્ટેડ ટેકનીક અને લેબોરેટરીનું અવલોકન કર્યું હતું, લેબોરેટરની અદ્યતન સુવિધાઓ, સંશોધન કાર્યો અને પ્રયોગો વિશે જાણકારી મેળવી હતી. ગુજરાતમાં ઉત્તમ નસલની-વધુ દૂધ આપતી દેશી ગાયની સંખ્યા વધે એ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]