ગુજરાતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની ઓગસ્ટ મહિનામાં 20 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 600 ટકાનો વધારો થયો છે. વિવિધ ધાર્મિક સ્થળો તથા પ્રવાસનસ્થળોનો ચાલુ મહિને 20 લાખથી વધારે લોકોએ રજાનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટમાં સાતમ-આઠમના લોકમેળામાં પણ લાકોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર […]


