1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું
ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું

ઘૂડસર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું, પ્રથમ દિવસે વિદેશી ટુરિસ્ટ આવતા સ્વાગત કરાયું

0
Social Share

સુરેન્દ્રનગરઃ  કચ્છના નાન રણ તરીકે ઓળખાતો વિસ્તાર સુરેન્દ્રનગરના પાટડી અને ખારાઘોડા સુધી પથરાયેલો છે. અને આ રણ વિસ્તારમાં ઘૂડસરનું અભ્યારણ્ય આવેલું છે. ઘૂડસરને નિહાળવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ચોમાસા દરમિયાન દુર્લભ ગણાતા ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. જે રવિવારે ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. જેમાં પ્રથમ દિવસે 22 વિદેશી પ્રવાસીઓ અને 18 ભારતીય પર્યટકોને ફુલહાર અને મીઠાઇ ખવડાવી વન કર્મચારીઓએ રણમાં પ્રવેશ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કુલ 27 જેટલા વિવિધ અભયારણ્યો આવેલા છે. જેમાં રણકાંઠામાં 4954 ચો.કિ.મી.માં ફેલાયેલુ ઘૂડખર અભયારણ્ય પણ આવેલું છે. આ ઘૂડસર અભ્યારણ્યને સને 1973માં ઘૂડખર માટે રક્ષિત કરવામાં આવ્યું હતુ. જ્યાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 6082 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે. ઘૂડખર પ્રાણીનો સંવનનકાળનો સમય હોઇ એમને ખલેલ ન પહોંચે એટલે આ ઘૂડખર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સતત ચાર મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. રવિવારથી ઘૂડખર અભયારણ્ય સહિતના ગુજરાતના તમામ 27 અભયારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં બજાણા ઘૂડખર અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલા, ફોરેસ્ટર ડી.ડી.ઝાલા, વિષ્ણુભાઇ મકવાણા, બીટ ગાર્ડ એચ.એમ.કુકડીયા અને એમ.જે.વરમોરા સહિતના અભયારણ્ય વિભાગના સ્ટાફ દ્વારા પ્રથમ દિવસે 22 વિદેશી પ્રવાસીઓ અને 18 ભારતીય પર્યટકોને ફુલહાર અને મીઠાઇ ખવડાવી રણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ અંગે વધુ વિગત આપતા બજાણા ઘુડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલાએ જણાવ્યું કે, ફુલગુલાબી ઠંડકના વાતાવરણમાં પ્રવાસીઓને ઉમળકાભેર સ્વાગત સાથે રણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને આગામી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવાની આશા અમે રાખી રહ્યાં છીએ. કોરોનાના બે વર્ષના કપરા સમયગાળા બાદ હવે લોકો અને ખાસ કરીને વિદેશી પર્યટકો હવે નોર્મલ બનીને મુક્તમને કુદરતના ખોળે ફરવાનો આનંદ લઇ રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code