ભારત શાસન, પારદર્શિતા અને નવીનતામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ […]