લખીમપુર નજીક ટ્રોલીની પાછળ કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચારના મોત
લખનૌઃ લખીમપુર ખેરીના નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢખેરવા નિઘાસન સ્ટેટ હાઇવે પર હાજરા ફાર્મ પાસે એક કાર શેરડી ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પંચર થયેલી ટ્રોલીનું સમારકામ કરી રહેલા એક મિકેનિકનો પણ આ અકસ્માતમાં જીવ ગયો હતો. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા […]