1. Home
  2. Tag "TRUMP"

નાગરિકતા હોવા છતા પણ બિન-અમેરિકીને અમેરિકામાંથી હાંકી કાઢવાનું ટ્રમ્પનું પ્લાનીંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું શરૂ કર્યું છે. તેમણે દેશમાં સત્તા સંભાળી ત્યારથી, વેનેઝુએલા, ભારત, બ્રાઝિલ, મેક્સિકો સહિત ઘણા દેશોમાંથી હજારો લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેનાથી દરેક બિન-અમેરિકનને હાંકી કાઢવામાં આવે […]

ટ્રમ્પની મોટી કાર્યવાહી, અમેરિકામાં 10 હજાર લોકો થયા બેરોજગાર, જાણો શું છે એલોન મસ્કની ભૂમિકા

ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી સરકારી કર્મચારીઓ પર અસર કરી રહી છે. તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બન્યાને એક મહિનો પણ વીતી ગયો નથી અને 9,500 થી વધુ સરકારી કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. સરકારી ખર્ચ ઘટાડવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમાં સેંકડો લોકો તેમની નોકરી પણ ગુમાવી શકે છે. વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત […]

યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો અમેરિકાનો પ્રયાસ, સાઉદી અરેબિયામાં ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિને મળે તેવી શકયતા

યુક્રેન યુદ્ધનો અંત લાવવાના મિશન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સાઉદી અરેબિયામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાની યોજના ધરાવે છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કર્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે આપણે પહેલી વાર સાઉદી અરેબિયામાં મળીશું, અમને આશા છે કે તે અહીં આવશે, અને હું ત્યાં […]

મેક્સિકોની ખાડી હવે અમેરિકાની ખાડી તરીકે ઓળખાશે, ટ્રમ્પે આદેશ ઉપર હસ્તાક્ષર કર્યાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવા માટે આદેશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ હસ્તાક્ષર કર્યાં ત્યારે તેઓ પોતાના સત્તાવાર વિમાન એરફોર્સ વનમાં અમેરિકાની ખાડી ઉપરથી ઉડાન ભરી રહ્યાં છે. ટ્રમ્પ ખરેખર ન્યૂ ઓર્લિયન્સમાં સુપર બાઉલમાં હાજરી આપવાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવાની જાહેરાત […]

ટ્રમ્પે ગાઝા પર માલિકી અધિકાર જોઈએ છે, કહ્યું- જરૂર પડશે તો સેના મોકલીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે અમેરિકા ગાઝાની માલિકી લઈ લે અને ગાઝાનું પુનઃનિર્માણ કરે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે ગાઝાની માલિકી લેવા માંગીએ છીએ, ત્યારબાદ ગાઝામાં હાજર ખતરનાક બોમ્બ અને અન્ય હથિયારોને નષ્ટ કરવાની […]

ટેરિફ વોરઃ ટ્રમ્પ બાદ હવે ચીને પણ અમેરિકા ઉપર લાદ્યો આકરો ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વૉર પર ચીને પ્રતિક્રિયા આપતાં વિવિધ ચીજો પર 10 થી 15 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ચીનના આ પગલાંતી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકાએ ચીનના સામાન પર 10 ટકા ટેરિફ લાદતાં ચીને જવાબી કાર્યવાહીમાં અમેરિકાના કોલસા અને એલએનજી પ્રોડક્ટ્સ પર 15 ટકા ટેરિફ લાદ્યો છે. […]

ટ્રમ્પે અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીયોને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, એક અધિકારીએ આ અંગે માહિતી […]

ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં, તેલ પરના ટેક્સને લઈ કહી આ વાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો પર વધારાની ટેરિફ લાદશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા 1 ફેબ્રુઆરીથી તેના બે પાડોશી દેશો કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદશે. તેમણે એમ પણ કહ્યું કે અમે ચીન વિરુદ્ધ સમાન વલણ પર વિચાર કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેરિફને આધીન વસ્તુઓની યાદીમાં […]

યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પની પુતિનને ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત કરવા તૈયાર નથી, તો તેઓ રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વધુ વધારી શકે છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી, ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું છે કે તેમનું વહીવટીતંત્ર યુક્રેનના […]

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથગ્રહણ કરનાર ટ્રમ્પને દુનિયાભરના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે શપથ લીધા બાદ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. તેને દુનિયાભરમાંથી અભિનંદનના સંદેશા મળવા લાગ્યા હતા. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમેરે તેમની એક-પોસ્ટમાં લખ્યું છે કે, “બ્રિટન વતી, હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે પદગ્રહણ કરવા બદલ હૃદયપૂર્વક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code