1. Home
  2. Tag "Union Home Minister Amit Shah"

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં ઉજવશે નવવર્ષ

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે, બુધવારે ગુજરાતી નવવર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેઓ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે અને સૌને સમૃદ્ધિ તથા સુખાકાંક્ષી શુભકામનાઓ પાઠવશે. દર વર્ષે જેમ તેઓ પરંપરાગત રીતે લોકો સાથે મળી નવવર્ષની શરૂઆત કરે છે, તેમ આ વર્ષે પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અમિત […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તલેઈગાંવના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગોવા સરકારના મુખ્ય કલ્યાણ કાર્યક્રમ, ‘મ્હાજે ઘર યોજના’નો શુભારંભ કરાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય સરકારી અને સામુદાયિક જમીનો પર બનેલા મકાનોને નિયમિત બનાવવાનો અને લાંબા સમયથી રહેતા લોકોને માલિકી હકો આપવાનો છે. શાહે બે હજાર 452 કરોડ રૂપિયાથી વધુના વિકાસ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી. આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા લોકોત્સવ કાર્યક્રમને સંબોધતા શાહે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશને નક્સલવાદી સમસ્યાથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, નક્સલવાદની સમસ્યાને કારણે બસ્તર વિકાસથી વંચિત રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે જગદલપુરમાં બસ્તર દશેરા લોક મહોત્સવ […]

બિહારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, બેદરકારી પર પ્રશ્નો ઉભા થયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં વિધાનસભા ચૂંટણી માટે બિહારના પ્રવાસે છે. આ દરમિયાન, ગંભીર સુરક્ષા ભંગના સમાચાર સામે આવ્યા. તેમનો કાફલો સમસ્તીપુર જવા માટે પટના એરપોર્ટ પર પહોંચ્યો તે પહેલાં, એક અજાણી ફોર વ્હીલર તેની સામે આવી ગઈ. પછી પોલીસકર્મીઓને ખ્યાલ આવ્યો અને તેઓ બૂમો પાડવા લાગ્યા. આ પછી, કારને રસ્તાની બાજુમાં ખેંચી લેવામાં આવી. […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખૂલ્લું મૂકતા, તેમણે સમય સાથે હિન્દીને વધુ લચિલી બનાવવા પર અને હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, હિન્દીને વધુમાં લોકપ્રિય બનાવવા […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર: આજે હિન્દી દિવસ છે. 1949માં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ મળ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પ અને સાથી નાગરિકોના સમર્થનથી સમગ્ર વિશ્વમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ મળ્યો છે. નવી દિલ્હીમાં 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદને સંબોધતા શાહે કહ્યું કે ભારતનું વધતું કદ આગામી વર્ષોમાં રાષ્ટ્રીય સુરક્ષા પડકારો તરફ દોરી જશે. શાહે કહ્યું કે આગામી 5-10 વર્ષ દેશના વિકાસ […]

ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર પાકિસ્તાનમાં વહેતા વધારાના પાણીને રાજસ્થાન સુધી લઈ જવા માટે એક નહેર બનાવશે. એક અંગ્રેજી દૈનિક સાથેની મુલાકાતમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિ અકબંધ છે. શાહે કહ્યું કે, સરકાર કાશ્મીર , […]

મહાકુંભઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડુબકી

લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃતસ્નાન કરવા આવી રહ્યાં છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા હતી. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ પછી, શાહે તેમના પરિવાર સાથે ગંગા આરતી કરી હતી. યોગ ગુરુ બાબા રામદેવે […]

ગુજરાત પોલીસનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડથી વિશેષ સન્માન

નવી દિલ્હીઃ ગુજરાત પોલીસનાં સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નં.1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ થકી રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દિલ્હી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એવોર્ડથી વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. જાગૃત નાગરિકોના સહકારથી અને ગુજરાત પોલીસની ત્વરિત કામગીરીના પરિણામે ગુજરાતને આ ગૌરવ મળ્યું છે. સ્ટેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code