1. Home
  2. Tag "Union Minister"

લોથલમાં આકાર પામી રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી

અમદાવાદઃ કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત  દરમિયાન કામગીરી સંદર્ભમાં રિવ્યૂ બેઠક યોજી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર એક સમયના આ વિખ્યાત બંદરના અમૂલ્ય વારસાને ફરી એક વખત સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. […]

‘આઝાદીના 75મા વર્ષે હવે દેશ માટે જીવવાનો સમય આવી ગયો છે’: કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં હર ઘર તિરંગા અભિયાન સમારોહ ખેડા તાલુકાના નવાગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કલમબંધી હાઇસ્કુલથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તિરંગા રેલી પણ યોજવામાં આવી અને નવાગામના સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સંચાર મંત્રીની આગેવાનીમાં તિરંગા નવાગામ ખાતે કલમબંધી હાઇસ્કુલથી ગાંધી […]

પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જમીન-સ્તરના ધિરાણ માટે રૂ. 1.05 કરોડનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ધિરાણ પ્રવાહમાં વધારો સુનિશ્ચિત કરવા માટે 2022-23 દરમિયાન પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જમીન-સ્તરના ધિરાણ લક્ષ્ય તરીકે રૂ. 1,04,580 કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમ કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. પશુ આરોગ્ય અને ધિરાણ સેવાઓમાં ખેડૂતોની પહોંચ વધારીને પશુધન ક્ષેત્રના વિકાસને સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં […]

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે

અમદાવાદ:ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજે બે દિવસની ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવશે.મંત્રી અમદાવાદ, મહેસાણા, આણંદ અને વડોદરાની ચાર યુનિવર્સિટીની મુલાકાત લેશે અને તેમની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથે વાર્તાલાપ કરશે. આ મુલાકાત મે મહિનામાં અમદાવાદની અગાઉની મુલાકાતને અનુસરે છે, જ્યાં મંત્રીએ 100 થી વધુ સ્ટાર્ટઅપ્સ અને […]

ભારતીય સંસ્કૃતિમાં બધા લોકોનું કલ્યાણ કરવાની ભાવનાઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વારસા સ્થળ ધોળાવીરા ખાતે આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ટેલી કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા આ […]

સરદાર પટેલના પ્રયાસોને કારણે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદ પૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટીને કારણે જ વિશ્વની વિશાળ પ્રતિમા એકતાનગરમાં બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, […]

વિશ્વ આગામી વર્ષોમાં ભારતના ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ વિશ્વ આગામી વર્ષોમાં પીએમ ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશે. પીએમ ગતિ શક્તિ ગેમ ચેન્જર બની રહેશે, લોકો ઔદ્યોગિક એકમો સ્થાપવા માગે છે તેઓ પહેલનો ઉપયોગ કરે. તેમ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું. તેઓ કોચી ખાતે NICDC (નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ) દ્વારા આયોજિત રોકાણકારોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.   કેન્દ્રીય […]

ભારતના તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબર મારફતે હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત, વૈશ્વિક ડિજિટલ પરિવર્તન, વિકાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગમાં મોખરે રહ્યું છે,”એમ સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વર્લ્ડ સમિટ ઓન ઈન્ફોરમેશન સોસાયટી (WSIS) 2022 દરમિયાન જણાવ્યું હતું. દેવુસિંહ ચૌહાણે જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં WSIS 2022 માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. WSIS સાથે ગાઢ સહયોગમાં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (ITU), યુનાઇટેડ નેશન્સ […]

વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT & AI અને ગુજરાત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્દઘાટન કર્યું છે. આ સેન્ટરનો  ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઈનોવેટર્સે અપનાવેલા સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ સોલ્યુશન્સને અનુસરવાની ગતિમા વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન […]

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code