1. Home
  2. Tag "United nations"

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી

સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી હતી. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા […]

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ માટે ભારતની પસંદગી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની માનવાધિકાર પરિષદ (Human Rights Council – HRC) માટે ભારતની પસંદગી કરવામાં આવી છે. આ સાથે, ભારતે સતત સાતમી વખત આ પ્રતિષ્ઠિત પરિષદમાં સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક મંચ પર માનવ અધિકારના ક્ષેત્રમાં તેની વધતી ભૂમિકા અને વિશ્વસનીયતાને દર્શાવે છે. ભારતનો આગામી કાર્યકાળ આવતા વર્ષથી શરૂ થશે અને તે ત્રણ વર્ષ, […]

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ જોવા મળ્યો. ગાઝા પર કબ્જો કરવાની ઇઝરાયલની યોજનાની અમેરિકા સિવાયના મોટાભાગના દેશોએ નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ગાઝામાં સર્જાયેલા માનવીય સંકટના સમાધાન પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી. ફિલિસ્તીનના સ્થાયી નિરીક્ષક, રિયાદ મન્સૂરે જણાવ્યું કે, “માત્ર સહાનુભૂતિ પૂરતી નથી, […]

આતંકવાદ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટીકા કરી

ભારતે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં પાકિસ્તાનના “ઘોર દંભ” ની નિંદા કરતા કહ્યું કે જે દેશ આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે કોઈ ભેદ પાડતો નથી તેને નાગરિકોની સુરક્ષા વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. ભારતે ભાર મૂક્યો હતો કે પાકિસ્તાની સેનાએ આ મહિનાની શરૂઆતમાં ઇરાદાપૂર્વક ભારતીય સરહદી ગામડાઓમાં ગોળીબાર કર્યો હતો, જેમાં નાગરિકોની હત્યા […]

લેબનોનમાં 8.80 લાખથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી :યુનાઈટેડ નેશન્સ

યુનાઈટેડ નેશન્સે જણાવ્યું હતું કે લેબનોનમાં 8 લાખ 80 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી હતી. માનવતાવાદી બાબતોના સંકલન માટેની યુએન ઓફિસે જણાવ્યું હતું કે, લેબનોનમાં બાકી રહેલા લોકોને ખાદ્ય સુરક્ષા સમસ્યા ગંભીર બની રહી છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને અહેવાલ આપ્યો છે કે દેશમાં 8 લાખ 80 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા […]

10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ભારતે સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં ‘યોગ દિવસ’ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગ દિવસની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને યોગ પ્રેમીઓ સાથે યોગ કરશે. આ ઉપરાંત ભારતના વિવિધ શહેરો અને નગરો […]

સંયુક્ત રાષ્ટ્રએ ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને વધારીને 6.9 ટકા કર્યો

નવી દિલ્હીઃ અર્થવ્યવસ્થાના મોરચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ (UN) વર્ષ 2024માં ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને વધારીને 6.9 ટકા કર્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં, સંયુક્ત રાષ્ટ્રએ 2024 માટે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. યુનાઈટેડ નેશન્સે જાહેર કરેલા તેના અહેવાલમાં ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરના અનુમાનમાં […]

જીડીપી રેન્કિંગમાં 2024માં ભારત 5મા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈએ વૈશ્વિક જીડીપી રેન્કિંગમાં દેશને 2014 માં 10મા સ્થાનેથી 2024 માં 5મા સ્થાને લઈ ગયો છે.” ભારત સ્વચ્છ અને વધુ ઉર્જા કાર્યક્ષમ હોય તેવી નીતિઓ અને રોકાણોને અનુસરવાની જરૂરિયાત પ્રત્યે […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનું જાણો કારણ…

ભારતીય સંસ્કૃતિ અનુસાર મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ દુનિયામાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની આગવી જગ્યા બનાવી છે. દર વર્ષ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારી નારીશક્તિનું સન્માન પણ કરવામાં આવે છે. પરંતુ 8મી માર્ચના રોજ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે […]

પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણ ઉપર સંયુક્ત રાષ્ટ્રની સતત નજર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ગયા છે, પરંતુ પાકિસ્તાનમાં રાજકીય ખેંચતાણની પરિસ્થિતિ ઉભી થઈ છે. પીટીઆઈ સહિત ઘણા પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે, ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ છે અને આ અંગે કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code