1. Home
  2. Tag "UP POLICE"

લખનૌ કોર્ટ પાસે ગોળીબારની ઘટના, કુખ્યાત ગેંગસ્ટરની હત્યા

ગોળીબારમાં ગેંગસ્ટર સંજીવ જીવાનું મોત ગેંગસ્ટર મુક્યત અંસારીનો નજીક હોવાનું ખૂલ્યું પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યાં હતા લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કોર્ટની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ગોળીબારની આ ઘટનામાં ગેંગસ્ટર સંજીવ જીવાનું મોત થયાનું જાણવા મળે છે. સંજીવ જીવા કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અંસારીના […]

ઉમેશ પાલ હત્યા કેસઃ અતિકની પત્ની શાઈસ્તાને શોધવા માટે પોલીસના વિવિધ સ્થળો ઉપર દરોડા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચાર મચાવનાર ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શાઈસ્તા પરવીનને શોધવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. શાઈસ્તા હાલ અશરફ અહેમદની સાસરીમાં છુપાયેલી હોવાની માહિતીના આધારે પોલીસે અશરફના સાસરી હટવામાં દરોડા પાડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની […]

UP: હેલ્મેટ પહેરીને કાર નહીં ચલાવો તો થઈ શકે છે દંડ !, સોશિયલ મીડિયામાં એક ફોટો થયો વાયરલ

લખનૌઃ યુપીના હમીરપુર જિલ્લામાં કાર લઈને ન્યૂઝ પેપર નાખવાનું કામ કરનાર પવન નામની વ્યક્તિને પોલીસે હેલ્મેટ નહીં પહેરવા બદલ રૂ. એક હજારના દંડનું ચલણ પોલીસે ફટકાર્યું હતું. આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા તેમને ચલણ રદ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓએ તેમને આ મુદ્દે ધમકી આપી હોવાની અટકળો વહેતી થઈ છે. […]

અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

પ્રયાગરાજ મેડિકલ સંકુલ માર્ચ અને અશરફની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે. ઉમેશપાલ સત્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અહેમદ બંધુઓની હત્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી યોગી એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાનો પણ આદેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ અર્થે અહેમદ […]

પોલીસ કસ્ટડીમાંથી પિતા અતિકને ભગાડવા માટે અસદ દિલ્હી-મુંબઈમાં પૂર્વ સાગરિતોને મળ્યો હતો

નવી દિલ્હીઃ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટરમાં નોઈડા એસટીએફની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે, જે દિલ્હીથી જ તેનો પીછો કરી રહી હતી. અસદ પિતા અતિક અહેમદને પોલીસ કસ્ટડીમાંથી ભગાડવા માંગતો હતો. જે બાદ બંને દેશ છોડીને ભાગી જવાની તૈયારીઓ પણ અસદે કરી હતી. પોલીસના મતે પોલીસ જાપ્તા ઉપર હુમલો કરીને અસદે પિતા અતક અહેમદને ભગાડવાનું […]

ઝાંસીના પરીછા બંધ નજીક એન્કાઉન્ટમાં અસદ અહેમદ અને ગુલામ ઠાર મરાયાઃ ADG પ્રશાંત કુમાર

લખનૌઃ ઉત્તરપ્રદેશના એડીજી (કાનૂન વ્યવસ્થા) પ્રશાંત કુમારએ જણાવ્યું હતું કે, 24મી ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ ગોળીબાર કરવાની સાથે બોમ્બ ફેંક્યાં હતા. આ ઘટનામાં સાક્ષીની સુરક્ષામાં તૈનાત બે પોલીસ કર્મચારી સારવાર દરમિયાન શહીદ થયાં હતા.  તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કેસમાં સ્થાનિક પાંચ આરોપીઓના નામ જાહેર થયાં […]

પત્નીની લાલચ પગલે મુશ્કેલીમાં મુકાયેલો પતિ પોતાને જીવિત સાબિત કરવા સરકારી કચેરીઓના ખાઈ રહ્યો છે ધક્કા

લખનૌઃ ગોંડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સરકારી ચોપડે મૃત જાહેર થયેલા આધેડ પોતાને જીવત સાબિત કરવા માટે સરકારી ઓફિસોના ધક્કા ખાઈ રહ્યો છે. આધેડની પત્નીને ગામના જ એક વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હતો. આ શખ્સની મદદથી મહિલાએ પોતાના પતિને મૃત જાહેર કરીને તેમની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. અંતે આધેડ પોલીસ […]

સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની UP પોલીસ આગામી સપ્તાહમાં કસ્ટડી મેળવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશ અમદાવાદની જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવશે. બીજી તરફ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને સમાજવાદી પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન […]

અતિક અહેમદનો ભાઈ અશરફ જેલમાં બેઠા-બેઠા ખંડણી સહિતના ગુનાને અંજામ આપતો હતો

લખનૌઃ ઉત્તરપ્રદેશનો માફિયા અતીક અહમદના ભાઈ અશરફે તેના સાળા અને સાગરિતોની સાથે મળીને જેલમાં બેઠા-બેઠા સાક્ષીઓની હત્યા અને ખંડણી ઉઘરાવાનું કાવતરુ ઘડતો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમને ગેરકાયદે રીતે મળવતા હતા એટલું જ નહીં ફોન પર પણ અશરફ પોતાના સાગરિતો સાથે વાત કરતો હતો. જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને કેન્ટીનમાં શાકભાજી પહોંચાડતો ટેમ્પો ચાલક […]

લખનૌમાં પોલીસની બંદૂક બોલી, કુખ્યાત ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

લખનૌઃ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના થપથ ગ્રહણ કરે તે પહેલા જ રાજધાની લખનૌમાં પોલીસની બંદુક બોલી હતી. પોલીસે કુખ્યત ગુનેગાર રાહુલ સિંહને હસનગંજ વિસ્તારમાં એક અથડામણમાં ઠાર માર્યો હતો. રાહુલ સિંહ ઉપર અલીગંજ જ્વેલર્સ લૂંટ કેસનો આરોપ હતો. આ લૂંટ દરમિયાન તેણે એક કર્મચારીની હત્યા પણ કરી હતી. રાહુલ સિંહ ઉપર એક લાખ રૂપિયાનું ઈનામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code