1. Home
  2. Tag "vadodara"

વડોદરાના વરણામા ગામે 10 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયુ

મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, વન વિભાગની ટીમે મગરને પાંજરે પુરવા ભારે જહેમત ઉઠાવી, મગરના ગળામાં ગાળિયો નાખતા જ બેકાબુ બન્યો હતો, વડોદરાઃ શહેર અને જિલ્લામાં નદી-તળાવોમાં મગરોની વસતી વધતી જાય છે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ છે. મગરો ક્યારે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે શહેર નજીકના વરણામા ગામમાં […]

વડોદરા નિવૃત બેન્ક કર્મચારીને રોકાણમાં આકર્ષક વળતરની લાલચ આપી 30 લાખની ઠગાઈ

ઠગ ટોળકીએ વિશ્વાસમાં લેવા માટે સેબીનું સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું, પાંચ લાખ સુધીના ઇન્વેસ્ટમેન્ટ પર રોજ 10 થી 15 ટકા સુધી રિટર્ન લાલચ આપી હતી, બ્લોક ટ્રેડિંગ અને ક્વાર્ટર પ્રોફિટની લાલચમાં નિવૃત કર્મચારી ફસાયા વડોદરાઃ સાયબર માફિયાઓ ઓનલાઈન અવનવી લાલચ આપીને લોકોને ફસાવતા હોય છે. ત્યારે વડોદરાના એક નિવૃત બેન્ક કર્મચારી માફિયાને જાળમાં ફસાતા રૂપિયા […]

વડોદરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઊંડા ખાડામાં પડેલા 9.5 ફુટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

150 કિલોના મહાકાય મગરને ક્રેનથી ઉંચકીને બહાર કઢાયો, વન વિભાગ અને જીવદયા પ્રેમીઓએ બે કલાકની મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યુ, પકડાયેલા મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી મુકાયો વડોદરાઃ શહેરમાં વિશ્વમિત્રી નદી ઉપરાંત આસપાસના તળાવોમાં મગરો જોવા મળે છે. રાતના સમયે મગરો બહાર આવી જતા હોય છે. ત્યારે શહેર નજીક મારેઠા ગામમાં નદીની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ […]

વડોદરામાં રખડતા ઢોરે બે બાઈકચાલકોને અડફેટે લીધા, એક બાઈકચાલકનું મોત

વડોદરાના મહેસાણાનગર નજીક ગાયની અડફેટે બાઈકચાલકનું મોત, વડોદરાના સોમા તળાવ પાસે બુલેટચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો, વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બે બનાવો બન્યા છે. પ્રથમ બનાવ શહેરના મહેસાણાનગર પાસે  બાઈકે ગાયને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના સોમા […]

વડોદરામાં મકરપુરા રોડ પર મહિલા કારચાલકે ટૂ-વ્હીલરને મારી ટક્કર, બેને ઈજા

કારની ટક્કરથી યુવાન ફુટબોલની જેમ હવામાં ઉછળ્યો, અકસ્માતની ઘટનાના CCTV વાયરલ થયા, માંજલપુર પોલીસે મહિલા કારચાલકની ધરપકડ કરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના મકરપુરા એરફોર્સ રોડ પર કારચાલકે ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા. આ ટક્કર એટલી […]

વડોદરા શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતોના 5 બનાવોમાં 5ના મોત

વાઘોડિયા, વડુ, સાવલી, વરણામા અને ડભોઇમાં બન્યા અકસ્માતના બનાવો, નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે હીટ એન્ડ રન, આજવા વડોદરા રોડ પર કારની અડફેટે યુવાનું મોત વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં રોડ અકસ્માતના 5 બનાવોમાં 5ના મોત નિપજ્યા છે. વડોદરાના […]

વડોદરાના કરજણ પાસે હાઈવે પર 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા નજીક જૂદા જૂદા 3 અકસ્માતના બનાવોમાં બેના મોત, ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા, અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વડોદરાઃ  જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર એક સાથે 5 વાહનોનો એકબીજા સાથે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા ટ્રકની પાછળ ચાર વાહનો એક પછી […]

વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ ઘરોમાં ભરાયેલા પાણી ન ઉતરતા લોકોનો મ્યુનિ. સામે આક્રોશ

વડોદરાના નવાપુરાના 56 ક્વાર્ટસ ખાતે વરસાદને લીધે ઘરોમાં બબ્બે ફૂટ પાણી ભરાયા છે, વરસાદે વિરામ લીધા બાદ કલાકો સુધી પાણી ન ઉતરતા કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કર્યો, છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી લોકો સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે, વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા એટલે કે ગત સોમવારે રાત્રે પાંચ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા […]

વડોદરામાં દિવાળીના તહેવારોમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓથી ઊભરાયું

છેલ્લા સપ્તાહમાં 32000થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી, પ્રાણી સંગ્રહાલયને રૂપિયા 17 લાખથી વધુ આવક થઈ, સંગ્રહાલયમાં જળચર સહિત વિવિધ પ્રાણીઓ, સરિસૃપો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા વડોદરાઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય રાજ્યભરમાં જાણીતુ છે. બહારગામના લોકો વડોદરા શહેરની મુલાકાતે આવે ત્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. દિવાળીના રજાઓમાં સંયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાના […]

વડોદરામાં ગેસ લીકેજને લીધે મકાનમાં આગ લાગતા પરિવારના 3 સભ્યો દાઝી ગયા, એકનું મોત

વડોદરાના સમા વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં બન્યો બનાવ, આગમાં લપેટાયેલા પરિવારના સભ્યોને બચાવવા જતા યુવાનનું મોત, ગેસ સિલેન્ડર લીકેજથી ઘરમાં આગ લાગીઃ ફાયર બ્રિગેડ વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલા મનહર પાર્ક સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગતા ગુપ્તા પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા.આ બનાવમાં પરિવારના સભ્યોને બચાવવા જતા 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code