1. Home
  2. Tag "vadodara"

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં વિરલ રોગ માયો માયોથી પીડિત બે બાળકોની સફળ સર્જરી

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગના તબીબોની ટીમે વિશિષ્ઠ અને દુર્લભ ગણાય તેવા રોગથી પીડાતા બાળ દર્દીની સફળ સર્જરી કરીને તેને કાયમી લકવાના સંભવિત જોખમ થી ઉગારી લીધો છે. આ બાળક મોયા મોયા ના નામે ઓળખાતા રોગના હુમલાથી જોખમમાં મુકાયું હતું જેની આ વિભાગમાં પહેલીવાર જરૂરી સારવાર અને ન્યુરો સર્જરી કરવામાં આવી હતી. ડાકોરના […]

વડોદરામાં ટ્રાફિકથી ધમધમતો પ્રતાપનગર બ્રિજ બન્યો જર્જરિત, મરામતની ઊઠી માગ

વડોદરાઃ શહેરમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતો પ્રતાપનગર બ્રીજ જર્જરિત બની ગયો છે, બ્રીજની પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનના શાસકો દ્વારા અવાર-નવાર સ્માર્ટ સિટીની વાતો કરતા હોય છે, પરંતુ  હયાત બ્રીજ પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી રહી છે. શહેરના પ્રતાપનગર રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરવામાં ન આવતાં આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી શક્યતાઓને […]

વડોદરાના કારેલીબાગમાં વૈષ્ણવોની હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને સોંપવા સામે વિરોધ

વડોદરા : શહેરના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને આપી દેવાનો મુદ્દે ટ્રસ્ટીઓ જ વિરોધ કરી રહ્યા છે. અને  હવેલીના ટ્રસ્ટીઓ સહિત વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે. સતત બીજા દિવસે વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય તેવી માંગણી કરી દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગુનેગારોને કંન્ટ્રોલ કરવા પોલીસને ‘ટેઝર ગન’ અપાશે

અમદાવાદઃ પોલીસની પકડમાંથી નાસી છુટતા અથવા પોલીસ પર હુમલા જેવી ઘટનામાં આરોપીને પકડી શકાય તેવા આશય સાથેઅમદાવાદ સહિત ચાર મહાનગરોની પોલીસને ટ્રેઝરગન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એક ફુટ દૂરથી ટારગેટ પર ફાયર કરી શકે તેવી આ ટ્રેઝર ગનની ગોળીથી કોઈપણ વ્યક્તિના સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને પાંચ મીનીટ સુધી બેભાન થઈને ઢળી પડે છે. […]

વડોદરાની એમએસ યુનિનું ફર્નિચર ખરીદી કૌભાંડ, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ

વડોદરાઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં  ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ  પણ હરકતમાં આવ્યું હતું. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં […]

વડોદરામાં કાર માલિક પાસેથી વૈભવી કાર ભાડે લઈને ગીરવે મૂકવાનું કૌભાંડ પકડાયું

વડોદરાઃ ગેરકાયદે રીત રસમો અજમાવીને કેટલાક લોકો પૈસા મેળવવા તરકીબો અજમાવતા હોય છે. વડોદરા  પોલીસે  એક ભેજાબાજને અજીબો ગરીબ કૌભાંડ કરતા ઝડપ્યો છે. કાર ભાડે લઈ મૂળ માલિકને નજીવી રકમ આપી કાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી તેની પાસેથી મોટી રકમ પડાવી લઇ કારના મૂળ માલિક સાથે ઠગાઈનું કૌભાંડ પાણીગેટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. […]

વડોદરાના સાડાત્રણ કિમી. લાંબા ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે ય પુરૂ થયું નથી,સરકારે હાથ ઊંચા કરી દીધા

વડોદરા : શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો સાડા ત્રણ કિ.મીના ફ્લાઈઓવર બ્રીજનું કામ પાચ વર્ષના વહાણા વીતિ ગયા છતાં બ્રીજનું કામ હજુ પુરૂ થયું નથી. આ નવો ઓવર બ્રીજ બનાવવા માટે સરકાર તરફથી મ્યુનિ.કોર્પોરેશનને પોતાના હિસ્સાની પુરતી રકમ ફાળવવામાં નહીં આવતા હવે મ્યુનિ.કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને રૂપિયા આપી શક્તા નથી, તેથી કહેવાય છે.કે, કોન્ટ્રાકટરે કામ બંધ કરી […]

વડોદરામાં ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગી

વડોદરાઃ શહેરના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે […]

વડોદરા નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઈકસવાર પિતા-પૂત્રનું મોત

વડોદરાઃ જિલ્લામાં માર્ગ અકસ્માતો વધતા જાય છે. શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું. પિતા-પુત્ર બંને બાઈક પર સવાર થઈને વાસદ તરફ જઇ રહ્યા […]

અજાણી વ્યક્તિની ખરાબ દાનતનો ભોગ બનેલી પીડિતાને અભયમની ટીમે બચાવી

અમદાવાદઃ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની રેસ્કયુ ટીમની સમયસૂચકતા અને અજાણી કિશોરીને મદદરૂપ બનવાની એક અજાણ્યા વ્યક્તિની ભલાઈના પગલે આદિજાતિ પરિવારની સગીર કિશોરી ની સુરક્ષા થઈ છે અને તે સુરક્ષિત રીતે પુનઃ પોતાના પરિવાર પાસે પહોંચી શકી છે. સુરેન્દ્રનગરમાં પિતા સાથે રહેતી સગીરાને એકલા મુકીને પિતા એક મરણપ્રસંગ્રમાં વતન છોટાઉદેપુર ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code