1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં દારૂના કટિંગ પર રેડ પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, PSIનો બે રાઉન્ડ ગોળીબાર

SMCએ 22 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખસોને દબોચી લીધા પોલીસે ફોર્ચ્યુનર કાર અને ટ્રકને જપ્ત કરી પથ્થરમારા બાદ 5 બુટલેગરો નાસી ગયા વડોદરાઃ નાતાલના તહેવારોમાં દારૂના ચાલતા કટિંગ સામે સ્ટેટ મેનિટરિંગ સેલ (SMC) બાજ નજર રાખી રહી છે ત્યારે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી સ્ટેટ મેનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારાનો બનાવ […]

વડોદરાની એમએસ યુનિનો પદવીદાન 29મી ડિસેમ્બરે યોજાશે

પદવીદાનમાં 325 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે પદવીદાનમાં 13500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમના પત્ની સાથે ઉપસ્થિતિ રહેશે વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં 13500 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના હસ્તે 325 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે. એમએસ યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત […]

વડોદરામાં કમલમના લોકાર્પણની તકતીમાં ભાજપના હોદ્દેદારોના નામ ન હોવાથી વિવાદ થયો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતુ, વિરોધ ઉગ્ર બનતા 24 કલાકમાં જ તકતી હટાવી દેવામાં આવી, કમલમ કાર્યાલયના વાસ્તુ પૂજનમાં ભાજપના કોર્પોરેટરોને જ આમંત્રણ નહીં વડોદરાઃ શહેર ભાજપના નેતાઓ, હોદ્દેદારો-પદાધિકારીઓમાં છેલ્લા ઘણા સમયથી વૈમનસ્ય જોવા નળી રહ્યું છે. ભાજપમાં ભાંજગડ એવી છે કે એકબીજાના ટાટિયા ખેંચવામાં નેતાઓ કોઈ કસર બાકી રાખતા […]

વડોદરામાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી બચવા પ્રાણીઓ-પક્ષીઓ માટે વ્યવસ્થા

પ્રાણીઓના પાંજરામાં ઘાસની પથારી કરીને હીટર મુકાયા, ઠંડીને લીધે પ્રાણીઓનો ખોરાકમાં પણ વધારો કરાયો, જળચર પ્રાણીઓ ઠંડી સહન કરી શકે છે, એટલે કોઈ વ્યવસ્થા નહીં વડોદરાઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે. લોકો તો ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓ પ્રાણીઓની હાલત કફોડી બનતી હોય છે.  ત્યારે વડોદરામાં […]

વડોદરામાં દૂર્ગંધ મારતા ગંદા પાણીમાં ફેરીયાઓ શાકભાજી ધૂએ છે

વડોદરામાં ગટર ગંગામાં રિક્ષાઓ ભરીને શાકભાજી ધોવાય છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શાકભાજીના વેપારીઓ, નાગરિકોને ગરમ પાણીથી ધોઈને જ શાકભાજીનો ઉપયોગ કરવા અપીલ વડોદરાઃ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ તો થાય છે, ઉપરાંત લીલા શાકભાજી અને ફળફળાદીમાં પણ પુરતી સ્વચ્છતા રખાતી નથી. શહેરમાં અત્યંત દૂર્ગંધ મારતા ગંદા પાણીમાં લીલા શાકભાજી ફેરિયાઓ ધોતા હોવાનો વિડિયો વાયરલ થયો […]

વડોદરાની MS યુનિવર્સિટીનો પદવીદાન ન યોજાતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

ડિગ્રી સર્ટી વિના તબીબ છાત્રાનો વિઝા અટકતા રિટ, મનગતમા મહેમાન ગોતવામાં યુનિ. પદવીદાન યોજી શકતી નથી, ડિગ્રી સર્ટીફિકેટની રાહ જોતા વિદ્યાર્થીઓ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ન યોજાતા ડિગ્રી સર્ટી. વિના વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીના ધક્કા ખાવા છતાંયે ક્યારે પદવીદાન યોજાશે. તેની તારીખ […]

વડોદરામાં વાસણા રોડના ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકોનો વિરોધ

રોડ પરના દબાણો હટાવો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરો, ક્રોસ રોડ પર બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી, નાગરિકોનો સવાલ, પ્રજાના ટેક્સના નાણા શા માટે બરબાદ કરો છો? વડોદરાઃ શહેરમાં વાસણા જંક્શન પર રૂપિયા 52.59 કરોડના ખર્ચે 755 મીટર લાંબો બ્રિજ બનાવવાના કામનો પ્રારંભ કરાયો છે. નવનિર્મિત ઓવરબ્રિજને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]

વડોદરામાં અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રિજ બનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત, વડોદરા સહિત 10 શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન, વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ વડોદરાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા […]

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઈવરને કેબીન તોડી બચાવાયો

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર 3 દિવસમાં બીજો અકસ્માત સર્જાયો, ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનના પતરા કાપી ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો હતો. અને  બે ટ્રક વચ્ચે સર્જાયેલા […]

વડોદરાના વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત, કન્ટેનર ચાલકનું રેસ્ક્યુ કરાયું

વાઘોડિયા બ્રિજ પર બે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કન્ટેનરનો ચાલક કેબીનમાં ફસાતા ફાયર બ્રિગેડે પતરા કાપીને બચાવ્યો, અકસ્માતને લીધે ટ્રાફિક જામ થયો   વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ શહેર નજીક હાઈવે પર કાર પર કન્ટેનરએ પલટી ખાતા કારમાં બેઠેલા 4 પ્રવાસી દબાયા હતા. આ બનાવ હજુ તાજો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code