1. Home
  2. Tag "Vibrant Gujarat Summit"

વાઇબ્રન્ટ અંતર્ગત કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રિજનલ કોન્ફરન્સ યોજાશે

ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન ગાંધીનગર, 18 ડિસેમ્બર 2025: Vibrant Regional conference  વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર […]

દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર […]

ગુજરાતમાં એરોસ્પેસ સિનર્જી ચાર્ટિંગ ગ્રોથ એન્ડ અનલોકિંગ MRO પોટેન્શિયલ’ની ઉભરતી નવી તકો

ગાંધીનગરઃ અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી હતી. આજે પ્રથમ દિવસે કેન્દ્રીય માર્ગ પરિવહન અને સિવિલ એવિયેશન રાજ્યમંત્રી જનરલ ડો.વી.કે. સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાયો હતો. મંત્રી ડો.વી.કે.સિંઘે પ્રાદેશિક એર કનેકટિવિટી ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, […]

વડાપ્રધાને દેશના અમૃતકાળના વિકાસને સૂવર્ણકાળ બનાવવાનો રોડમેપ ગતિશક્તિથી આપ્યોઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માટે માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીનો રોડમેપ પ્લાન ગતિશક્તિથી પૂરૂં પાડવાનું વિઝન આપ્યું છે. વડાપ્રધાનનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતમાં પણ ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉભી થઈ છે. વડાપ્રધાનના વિઝનને અનુરૂપ પોતાનું ગતિશક્તિ પોર્ટલ લોંચ કરવાની પહેલ […]

મહાત્મા મંદિર: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

ગાંધીનગરઃ 4 વર્ષ બાદ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે.  આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્દઘાટન કરાશે. જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વાઈબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કરવા મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સમીક્ષા કરીને અધિકારીઓ સાથે વાઈબ્રન્ટ સમિટને લઈ ચર્ચા કરી હતી. બીજી તરફ, ટ્રેડ […]

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલા મહેમાનો માટે ત્રણ કરોડની કિંમતની ડબલ ડેકર EV બસ,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં 10મી જાન્યુઆરીથી યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 માટે ધુમ તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક મહાનુભાવો આવશે. તેથી તમામ મહેમાનો માટે હોટલો બુક કરી દેવામાં આવી છે. મહેમાનો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. શહેરમા મહાત્મા મંદિર રોડ, સરકારી ઈમારતો વગેરેને દુલ્હનની જેમ શણગારવામાં […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્યમાં રૂ. 3 હજાર કરોડના રોકાણ માટે 3 એમઓયુ થયાં

અમદાવાદઃ બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-2023થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી યોજવામાં આવે છે. આ ઉપક્રમના દસમાં તબક્કામાં આજે ટેક્ષટાઇલ, એન્જીનીયરીંગ, ઓટો અને […]

વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટને લીધે ગુજરાત રાષ્ટ્રીય વિકાસનું રોલ મોડલ બન્યુ છે: બાવળિયા

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024  અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર અને મુંબઈ ખાતે યોજાયેલા રોડ શોની ભવ્ય સફળતા બાદ, પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી  કુંવરજી બાવળિયાના નેતૃત્વ હેઠળ ચંદીગઢ ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના (GMDC) મેનેજિંગ ડિરેક્ટર  રૂપવંત સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે […]

દિલ્હીઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે કર્ટેન રેઇઝર મિટ યોજાઈ

નવી દિલ્હીઃ જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સંદર્ભે દેશની રાજધાની દિલ્હીમાં કર્ટેન રેઇઝર મિટ યોજાઈ. જેમાં વિવિધ ક્ષેત્રના 1500 જેટલા રોકાણકારો તથા ઉદ્યોગકારો સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્‍ટ સમિટમાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણો કરવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા સરકારે રૂ. 14 હજાર કરોડના MOU કર્યા, 28585 રોજગારી ઉભી થશે

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે જેની હાલ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમિટમાં અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. જો કે, સમિટ પહેલા સરકારે 14 હજાર કરોડના એમઓયુ કર્યાં હતા. જેથી ગામી દિવસોમાં 28 હજારથી વધારે રોજગારીની તકો ઉભી થશે. વાઈબ્રન્ટ સમિટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. તેમજ વિવિધ ઉદ્યોગકારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code