1. Home
  2. Tag "viral news"

અડાલજ નજીક હાઈવે પર પશુ ભરેલો ટેમ્પો પલટી જતા 6 પશુના મોત, 21ને બચાવી લેવાયા

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: હાઈવે પર ખાસ કરીને રાતના સમયે વાહનોમાં પશુઓની હેરાફેરી થતી હોય છે. ત્યારે અડાજલ નજીક મહેસાણા હાઈવે પર રાત્રે ફશુ ભરેલુ પીકઅપ ડાલુ (ટેમ્પો) પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ પીકઅપ ડાલામાં લાકડાના પાટિયા વડે બે માળ બનાવી 27 જેટલા પાડા-પાડીઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. જે પૈકી […]

ગુજરાત બોર્ડની ધો. 10અને 12ની પરીક્ષાની સાથે ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાશે

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ધોરણ 10 અને 12 પરીક્ષાના પરિણામો પણ સમયસર આપી શકાય તે માટે પરીક્ષાના બીજા દિવસથી ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્ય પણ શરૂ કરી દેવામાં આવશે, તેની પણ તમામ […]

વડોદરામાં PG ચલાવનારાઓએ હવે મકાનનો કોમર્શિયલ વેરો ભરવો પડશે !

વડોદરા, 24 ફેબ્રુઆરી 2026:  શહેરમાં શિક્ષણ કે રોજગારી માટે આવેલા બહારગામના અનેક યુવક-યુવતીઓ પેઈન ગેસ્ટ (પીજી)માં રહે છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ભાડાના મકાનોમાં પેઈન ગેસ્ટ ચાલી રહ્યા છે. તો કેટલાક લોકો પોતાના મકાનના બે-ત્રણ રૂમમાં પેઈનગેસ્ટ ચલાવતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશનની નજર પેઈન ગેસ્ટ પર પડી છે. અને જે મકાનોમાં પીજી ચાલતા હશે એવા […]

હોળી-ધૂળેટી મનાવવા વતન જતા પ્રવાસીઓનો ઉધના રેલવે સ્ટેશન પર ધસારો

સુરત, 24 ફેબ્રુઆરી 2026: હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો ખાસ કરીને વર્ષમાં બેવાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળીના પર્વમાં અને હોળી-ધૂળેટીના પર્વમાં પરિવાર […]

અમદાવાદમાં વસ્ત્રાલ અને નારોલમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત બેનાં મોત

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલ અને નારોલમાં જુદા જુદા અકસ્માતના બે બનાવમાં મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રકે એક્સેસ સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે અસલાલી-નારોલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટેન્કરચાલકે […]

સ્પોર્ટસ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના 4 શખસો પકડાયા, 6 બાઈક જપ્ત

અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2026: અમદાવાદ સહિત મહાનગરોમાં માત્ર સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેન્ગના ચાર શખશોને નારોલ પોલીસે ઝડપી લીધા છે. અને ચારેય શખસો પાસેથી રૂપિયા 10.50 લાખની કિંમતના 6 સ્પોર્ટ્સ બાઈક પણ કબજે કરાયા છે. પોલીસની પૂછતાછમાં એવી વિગતો મળી છે કે, આરોપીઓ રાજસ્થાનથી ચોરી કરવા માટે ગુજરાતમાં આવીને અલગ અલગ શહેરોમાં જતા હતા. […]

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1200થી વધુ મકાનો તોડી પડાયા

રાજકોટ, 24 ફેબ્રુઆરી 2026:  શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જુના ગેરકાયદે ગણાતા મકાનો તોડી પાડવા છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1224 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ સાંજ સુધીમાં તોડી પડાશે. મકાનો તૂટતા અનેક પરિવારો બેઘર […]

ફાગણી પૂનમે ડાકોર જતા પદયાત્રી સંઘો DJ કે લાઉડ સ્પીકર વગાડી નહીં શકે

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026:  ફાગણી પૂનમને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. મોટી સંખ્યામાં પદયાત્રિકો ડોકારમાં ઠાકોરજીના દર્શન માટે જતા હોય છે. ત્યારે પદયાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર […]

વંદે માતરમ ગાનના 150 વર્ષની ઊજવણીનો સંકલ્પ ગુજરાત વિધાનસભામાં લેવાયો

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં જે ગીતની રચનાના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે તે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાનું અર્થપૂર્ણ ભક્તિ ગાન છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, […]

મોરબી હાઈવે પર ઓવરટેક બાબતે સોની યુવાનની હત્યા કેસમાં કડક પગલાં ભરવા માગ

મોરબી, 23 ફેબ્રુઆરી 2026:  સામાન્ય વાતે હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે કારને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો કરીને કારચાલક સોની યુવાનની હત્યા કરાતા સૌરાષ્ટ્રભરના સોની સમાજમાં પ્રત્યાઘાત પડ્યા છે. મોરબી-રાજકોટ હાઈવે પર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં કારચાલક સોની યુવક જતીન રમેશભાઈ આડેસરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા સમગ્ર મોરબી સહિત સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code