1. Home
  2. Tag "Visit"

કોરોના મહામારીઃ કોવેક્સિન લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાની લઈ શકશે મુલાકાત

દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાં કોવોક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. દરમિયાન લાંબા સમય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી કોવેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOની મંજૂરી બાદ અમેરિકાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ વેક્સિનને અમેરિકાએ પોતાની યાદીમાં સામેલ કરવાની સાથે […]

રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે અમદાવાદમાં “નો ડ્રોન ફ્લાય ઝોન”ની જાહેરાત

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી આજથી ત્રણના ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તમામ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ […]

રાષ્ટ્રપતિ રામનાથજી શુક્રવારે ભાવનગરની મુલાકાતે આવશે, મોરારી બાપુ સાથે મુલાકાત કરશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાતના પ્રવાસે  આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદ આગામી 29 તારીખે ભાવનગર આવશે. ભાવનગરમાં આવાસ યોજનાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે કરાશે. સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 29 તારીખે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવનગર આવશે. જ્યાં તેમના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ કરાશે. એટલું જ નહીં મોરારીબાપુ સાથે […]

જમ્મુ-કાશ્મીરમાં 3 પરિવારોએ 70 વર્ષ સુધી લોકતંત્રને રોકી રાખ્યું : અમિત શાહ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરનો વિકાસ માત્ર 3 પરિવારોએ અટકાવ્યો હતો અને 70 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરની પ્રજાને વિકાસથી વંચિત રાખ્યો હતો. એટલું જ નહીં આ પરિવારે 70 વર્ષ સુધી લોકતંત્રને અટકાવ્યું હતું. જો કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરની પ્રજા સુધી લોકતંત્રને પહોંચાડ્યું છે. એટલું જ નહીં કાશ્મીરની જનતાને જે જોઈએ છીએ તે વર્ષ 2024 સુધીમાં પુરુ પાડવા […]

રાજનેતાઓમાં ગાંધીજીના મૂલ્યો રહ્યા નથીઃ કપિલ સિબ્બલ

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મજ્યંતી નિમિત્તે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે  આજે અમદાવાદના સાબરમતીના  ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજનેતાઓમાં ગાંધી મૂલ્યો રહ્યા નથી. ભાજપ સરકારમાં અસત્યની આંધી જોવા મળી રહી છે. સ્થિતિના આંકડાઓ અલગ છે અને સરકાર અલગ આંકડા દર્શાવે છે. ગાંધીજીના મૂલ્યોને મોદી સરકાર બરબાદ કરી રહ્યું છે. […]

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાતે જશે

ગાંધીનગર :  ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળના તમામ સભ્યોએ શપથ લઈને ચાર્જ સંભાળી લીધો છે. નવા મંત્રીઓએ  શપથવિધિ સમારોહ બાદ  રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દાદા ભગવાનના મંદિર, લીંબડીના જગદીશ આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરમાં […]

અમદાવાદઃ બાગ-બગીચા,રિવરફ્રન્ટ અને AMTS-BRTSમાં વેક્સિન વિના પ્રવેશ નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં તે હવે  માત્ર સાવ ઓછી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી ન કરવા દેવાની સુચના આપવામાં આવી છે.એટલે લોકોએ વેક્સિન […]

અસદુદ્દીન ઓવૈસી સોમવારે અમદાવાદ આવશે, અતિક અહેમદને સાબરમતી જેલમાં મળવા જશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. પણ ગુજરાત કરતા ઉત્તર પ્રદેશની ચૂંટણી વહેલી યોજાવાની છે. ત્યારે ઉત્તર પ્રદેશના બાહુબલી મનાતા અને હત્યાના આરોપી એવા અતિક અહેમદને મળવા માટે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવી રહ્યા છે. આરોપી અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં […]

ગુજરાતમાં જાપાન મોટાપાયે રોકાણ કરશે, જાપાનના કોન્સ્યુલ જનરલે સીએમની લીધી મુલાકાત

ગાંધીનગરઃ ગુજરાત વાયબ્રન્ટ સમિત 2022ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ડો.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોન્સ્યુલ જનરલે જણાવ્યું કે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટાપાયે […]

PM મોદી પાંચમી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશેઃ સ્કુલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ લોન્ચ કરશે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. ગાંધીનગરના  મહાત્મા મંદિરમાં શિક્ષણ દિનની ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને સ્કૂલ ઓફ એક્સેલન્સનો 8000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લોંચ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code