1. Home
  2. Tag "voting"

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડઘમ શાંત થયાં

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયાં હતા. શનિવાર, 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થશે. આ વિસ્તારોમાં બિહારની 8 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7 બેઠકો, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ […]

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન નોંધાયું. સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયુ છે. લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન નોંધાયું […]

ભારતની નાગરિકતા મેળવ્યા બાદ પ્રથમ વખત અક્ષય કુમારે કર્યુ વોટિંગ, આપ્યું આ નિવેદન  

લોકસભા ચૂંટણી અંતર્ગત આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.. જેમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે..આ 49 બેઠકોમાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાથે જ આ તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં […]

લોકસભા ચૂંટણી: સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 15.33 ટકા નોંધાયું હતું. તો બિહારમાં 21.11 ટકા, જમ્મુ કાશ્મીરમાં 21.37, ઝારખંડમાં 26.18, લડાખમાં 27.87, ઓડિશામાં 21.07, ટકા મતદાન નોંધાયું છે. તો […]

લખનઉમાં BSP સુપ્રીમો માયાવતીએ અને મુંબઈ નોર્થ બેઠક પર મંત્રી પિયુષ ગોયલે મતદાન કર્યું

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મતદાન કર્યું, સાથે સાથે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, […]

લોકસભા ચૂંટણીઃ પાંચમાં તબક્કાના મતદાનને લઈ પ્રચાર પડઘમ શાંત થયાં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે હવે 20મી મે ના રોજ પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા અંતિમ તબક્કાનું એડીચોટીનું જોર લગાવીને આજે પ્રચાર કર્યો હતો. દરમિયાન સાંજે લોકસભાના પાંચમાં તબક્કાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયાં […]

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનને લઈને પ્રચાર-પડઘમ શાંત થયાં

નવી દિલ્હીઃ દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યે પ્રચારનો ઘોંઘાટ બંધ થયો હતો. આ તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા માટે મતદાન થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને […]

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને લઇને ચોથા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. મહત્વનું છે કે 13મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યોની 96 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25, ઉત્તર પ્રદેશની 13, તેલંગાણાની 17, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 8, બિહાર 5, ઝારખંડ અને […]

પાંચમા તબક્કામાં 8 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં 695 ઉમેદવાર વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ફેઝ-5માં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 695 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 49 પીસી માટે કુલ 1586 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાંચમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની 93 બેઠકો ઉપર 1350થી વધારે ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ

અમદાવાદઃ દેશમાં લોકસભા ચૂંટણીની 93 બેઠકો ઉપર આજે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કેટલાક મતદાન મથકો ઉપર ઈવીએમ ખોટકાવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે સરેરાશ 62થી 65 ટકા જેટલુ મતદાન થયું હતું. ત્રીજા તબક્કાના ચોક્કસ મતદાનનો આંકડો મોડી રાતના જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ છે. સૌથી વધારે અસમ અને પશ્ચિમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code