1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 100 વર્ષની ઉંમરમાં તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે : શતાયુ સરસ્વતીબેન કાકાણી
100 વર્ષની ઉંમરમાં તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે : શતાયુ સરસ્વતીબેન કાકાણી

100 વર્ષની ઉંમરમાં તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે : શતાયુ સરસ્વતીબેન કાકાણી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર સવારથી મતદાન થઈ રહ્યું છે. દરમિયાન ગાંધીનગરના સેક્ટર 21માં રહેતા શતાતુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો. શતાયુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ કહ્યું કે મે મારી 100 વર્ષની ઉંમરમાં કોઇપણ ચૂંટણીમાં બિનચૂક મતદાન કર્યું છે. મારી નૈતિક ફરજ અદા કરી છે. એપ્રિલ માસમાં એક સો વર્ષ પૂર્ણ કર્યા છે. મતદાન કરવા અવશ્ય સર્વે નાગરિકે જવું જોઇએ, તેવું શતાયુ મતદાન અને સેકટર- 21માં રહેતા સરસ્વતીબેન શામજીભાઇ કાકાણીએ જણાવ્યું હતું.

ગત માસમાં ૨૧મી એપ્રિલ, 2024ના રોજ એકસો વર્ષ પૂર્ણ કરનાર સરસ્વતીબેન શામજીભાઇ કાકાણી આજે સવારના પોતાના દીકરા અને પુત્રવધુ સાથે સેકટર- 21, જિલ્લા રમતગમત કચેરીના સંકુલમાં આવેલા મતદાન મથક ઉપર મતદાન કરવા ગયા હતા. આંગળીમાં પણ રોગ નહિ એવા સરસ્વતીબેનને માત્ર ઉંમરના હિસાબે ચાલવા માટે લાકડીની જરૂર પડે છે. છટાદાર સ્પીચ અને સ્પષ્ટ વક્તા સરસ્વતીબેનને પૂછવામાં આવ્યું કે આપ કેટલામી વાર મતદાન કરી રહ્યા છો, ત્યારે તેમણે કહ્યું કે મને યાદ છે કે મેં મારી અત્યાર સુધીની જિદંગીમાં જેટલી ચૂંટણી યોજાઇ તે તમામમાં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, હું વડોદરામાં વોર્ડન તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલી મહિલા છે, હું મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે, તેમા દ્રઢ વિશ્વાસ રાખું છું. મતદાન કર્યા સિવાય લોકશાહીને મજબૂત કરી શકાશે નહિ, જેથી દરેક નાગરિકે લોકશાહીના અવસરમાં મતદાન કરીને સહભાગી થવું જોઇએ. ઘરેની બહાર ઓછી નીકળું છે, પણ અખબારના માધ્યમથી એકએક સમાચાર મને મળી રહી છે. તેમણે અનેક રાજકીય વાતો અને ઘટનાઓ પર પણ પ્રકાશ પાડયો હતો. તેની સાથે સાથે ચૂંટણી પંચની સેવાઓ અને સુવિધા પણ પ્રશસંનીય ગણાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code