1. Home
  2. Tag "Wadhwan"

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનિજ વિભાગના દરોડા, 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખનીજ ચોરીનું દૂષણ વધતું જાય છે. જેમાં ભોગાવો નદીમાં રેતીની ચોરી પણ બેરોકટોક થઈ રહી છે. આથી જિલ્લા કલેકટરની સૂચનાથી ખાણખનિજ તંત્રે વઢવાણના સાંકળીના ભોગાવા નદીમાં દરોડા પાડીને રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પરો સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભોગાવો નદીમાં […]

વઢવાણના ગણપતિ ફાટસરના ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને જોરાવરનગર ટ્વિનસિટી તરીકે ઓળખાય છે. છેલ્લા વર્ષોમાં શહેરના વિકાસ સાથે વસતી અને વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનતી જાય છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર દિવસે દિવસે વાહનોની અવરજવર વધી રહી છે. ત્યારે આ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

વઢવાણના નવા દરવાજા બહાર આવેલો 100 વર્ષ જૂનો મોરારજી કુંડ ગંદકીયયુક્ત અને જર્જરિત

વઢવાણઃ  શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. આજે તંત્રના વાંકે મોરારજીકૂંડની હાલત દયનીય બની છે. […]

વઢવાણની ભોગાવો નદીમાં નહાવા પડેલા ત્રણ કિશોરો ડુબ્યા, બેના મોત, એકને બચાવી લેવાયો

સુરેન્દ્રનગર :  શહેરની ભોગાવો નદીમાં નહાવા પડેલા12થી 14 વર્ષના ત્રણ કિશોરોના ડુબી ગયા હતા જેમાં એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે બે બાળકોના મોત નિપજતા વઢવાણમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રીગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  વઢવાણ ખાતે આવેલી ભોગાવો નદી આમ તો […]

વઢવાણના ઐતિહાસિક ગણાતા ગઢની દીવાલ તોડી પાડવામાં આવી, પાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ  વઢવાણ શહેરની ફરતે ઐતિહાસિક ગઢ આવેલો છે. ત્યારે આ ગઢની દીવાલ તોડી ત્યાં કોઈ ચોક્કસ જ્ઞાતીના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગેટ બનાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. વઢવાણ શહેર ઐતિહાસિક છે. અને શહેર ફરતે ગઢને લઈને તેની આગવી ઓળખ છે. ત્યારે અંગત લાભ માટે ગઢની દીવાલ તોડીને ગેઈટ મુકવા […]

ઝાલાવાડ પંથકની ઐતિહાસિક નગરી વઢવાણનો આજે જન્મ દિવસ, ભોગાવો નદી પર આરતીનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરઃ ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણ. વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે ત્યારે ઋષિપાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને એક દાયકાથી ઊજવણી કરવામાં આવે છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ભોગાવો નદીની આરતીનું આયોજન કરાયું હતું. વઢવાણ […]

સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળવું વઢવાણને ભારે પડ્યું, ટેક્સમાં તોતિંગ વધારો કરાતા અસંતોષ

સુરેન્દ્રનગરઃ વઢવાણ નગરપાલિકાને સુરેન્દ્રનગર નગરપાલિકા સાથે મર્જ કરાયા બાદ વઢવાણમાં કોર્મશિયલ અને રહેણાંકના ટેક્સમાં તોતિંગ વધારો કરવામાં આવતા લોકોમાં અસંતોષ ઊભો થયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ આ 2 જોડિયા શહેરો છે. અગાઉ બંને શહેરોની પાલિકા અલગ અલગ હતી. જેમાં પ્રમાણમાં નાની હોય વઢવાણ નગરપાલિકા બી ગ્રેડની હતી. જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા એ ગ્રેડની હતી. હવે બંને […]

દેશનો સૌથી લાંબો રૂપસુંદરી નામનો સાપ વઢવાણમાં મળ્યો, સીમમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ચોમાસાની સીઝનમાં ગાંમડાંમાં તો સાપ જોવા મળતા હોય છે પણ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. સાપોના જાણકાર હોઈ રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code