પાટડીના ધામા ગામની સીમમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા
200 વિઘામાં ઊભા પાકને નુકશાન, ખેડુતોએ જાણ કરવા છતાંયે કોઈ અધિકારી હજુ જોવા પણ આવ્યા નથી, કેનાલના ગરનાળામાં કચરો હોવાથી કેનાલ ઓવરફ્લો થઈ સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ધામા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડુતોના ઊભા પાકને નુકશાન થયુ હતુ. ખેડૂતોએ મશીનો મૂકીને ખેતરોમાં ફરી વળેલા પાણી બહાર કાઢ્યા હતા. […]