1. Home
  2. Tag "welcome"

અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદા પર સ્ટે, રાષ્ટ્રીય મહિલા આયોગે કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદા પર સ્ટે મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે કાસગંજની ટ્રાયલ કોર્ટના આદેશને ઉલટાવી દીધો અને કહ્યું કે પીડિતાના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવો અને તેના સલવારનો દોર તોડવો એ બળાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ માનવામાં આવશે નહીં પરંતુ તેને ગંભીર જાતીય […]

મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. “धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।” ગીત […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે મળીને સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના ફ્રાન્સ આગમન પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું, “પેરિસમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર નરેન્દ્ર મોદી! તમને મળીને આનંદ થયો, પ્રિય જેડી વાન્સ! એઆઈ એક્શન સમિટ માટે અમારા બધા ભાગીદારોનું સ્વાગત છે. ચાલો કામ પર લાગીએ!” ફ્રાન્સના રાષ્ટ્રપતિ […]

ટ્રમ્પની જીતને ભારતીય શેર બજારે આવકારી, BSEમાં 900 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને આવકારી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો એક ટકાથી વધુના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. કારોબારના અંતે IT સેક્ટરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 901.50 પોઈન્ટ અથવા 1.13 ટકા વધીને 80,378.13 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 270.75 પોઈન્ટ અથવા 1.12 ટકાના […]

દાહોદ અને પંચમહાલમાં ભારત જોડો ન્યાયયાત્રાનું સ્વાગત, રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરમાં કર્યા દર્શન

દાહોદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દોહાદ અને પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગુરૂવારે સાંજે ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારબાદ આજે શુક્રવારે યાત્રાનો પ્રારંભ દાહોદથી થયો હતો. ન્યાયયાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી હતી. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરીને આશીવાર્દ મેળવ્યા […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી આખો દેશ ખુશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ […]

PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે […]

બજેટમાં ટેક્સના નવા સ્લેબને કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ […]

ભાવનગરમાં PM મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન ગુરૂવારે ભાવનગર પહોંચતા રાજયના શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી વડાપ્રધાનની છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના […]

વડાપ્રધાન મોદી યુરોપિયન દેશોના પ્રવાસેઃ બર્લિનમાં પીએમનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ યુરોપિયન દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી આજે અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે અને એક સમુદાય કાર્યક્રમને સંબોધશે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, આજે બર્લિન પહોંચ્યો છું. આજે હું જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરીશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code