મતદાર યાદીમાં સુધારા માટે અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવાશે
નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે અને વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ લેવલ ઑફિસર્સની […]