1. Home
  2. Tag "WORKERS"

ઉત્તરાખંડના ચમોલીમાં હેલાંગ ડેમ સાઇટ પર ભારે ભૂસ્ખલન, કામદારોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો

ઉત્તરાખંડના ચમોલીમાં THDC પ્રોજેક્ટ સાઇટની ઉપરની ટેકરીમાં તિરાડ પડી ગઈ છે, જેના કારણે સેંકડો કામદારોના જીવ જોખમમાં મુકાયા છે. અચાનક ટેકરીનો મોટો ભાગ તૂટીને HCC કંપનીના ડેમ સાઇટ પર પડ્યો. અહીં 200 થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. આ અકસ્માત જોશીમઠના હેલાંગમાં THDC પ્રોજેક્ટ સાઇટ પર થયો હતો. આ અકસ્માતમાં કેટલાક કામદારોને નાની-મોટી ઇજાઓ […]

ભારત બંધનું એલાનઃ 25 કરોડથી વધુ શ્રમિકો વિરોધ-પ્રદર્શન કરશે, અનેક સેવાઓ ખોરવાશે

9 જુલાઈ (બુધવાર) ના રોજ દેશમાં એક મોટો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 25 કરોડથી વધુ કર્મચારીઓ અને કામદારો ભારત બંધમાં ભાગ લેશે. તેમનો આરોપ છે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છે. આ હડતાળની દેશભરમાં વ્યાપક અસર થવાની ધારણા છે. આર્થિક નુકસાનની સાથે, ઘણી મોટી […]

સુરત: હીરાના કારખાનાના 150 કામદારો પાણી પીધા પછી બીમાર પડતા તંત્ર દોડતું થયું

સુરતઃ ગુજરાતના સુરત શહેરમાં આવેલી એક હીરાની ફેક્ટરીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે ત્યાં કામ કરતા 150 થી વધુ કામદારો અચાનક બીમાર પડી ગયા. આ ઘટના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અનભા જેમ્સ નામના હીરાના કારખાનામાં બની હતી, જ્યાં કારીગરો રાબેતા મુજબ હીરા કાપી રહ્યા હતા. પોલીસ અને ફેક્ટરી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, કેટલાક કામદારોએ ફેક્ટરીમાં […]

સુરંગ દુર્ઘટનામાં ચોથા દિવસે કામદારોથી 40 મીટર દૂર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની ટનલનો એક ભાગ તૂટી પડતાં ત્યાં ફસાયેલા આઠ કામદારોના બચવાની શક્યતાઓ ઘટી રહી છે. સતત વધી રહેલા જળસ્તર અને કાદવને કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) અને નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતોની મદદ આઠ લોકોને […]

ગુજરાતમાં મનરેગા યોજનામાં 1.50 લાખ શ્રમિકોને દોઢ મહિનાથી વેનત ચુકવાયુ નથી

શ્રમિકોને ગોઢ મહિનાથી મજુરીના પૈસા ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું રાજ્યમાં કેટલાક સ્થળોએ મનરેગાના કામો અટક્યા  તંત્ર ‘ગ્રાન્ટ નથી આવી’ની કેસેટ વગાડવામાં વ્યસ્ત ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મનરેગા યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. રાજ્યના ઘણબધા ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામો ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનાથી મનરેગાના મજૂરોને વેતન મળ્યુ ન […]

ઈ-શ્રમ પોર્ટલ: નોંધાયેલા કામદારોની સંખ્યા 30 કરોડને પાર

શ્રમ અને રોજગાર મંત્રાલયે 26 ઓગસ્ટ, 2021નાં રોજ ઇ-શ્રમ પોર્ટલ (eshram.gov.in) લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ આધાર સાથે સીડેડ અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ)નો વિસ્તૃત રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ઇ-શ્રમ પોર્ટલનો હેતુ અસંગઠિત કામદારોને સેલ્ફ-ડિક્લેરેશનના ધોરણે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) પ્રદાન કરીને તેમની નોંધણી અને સહાય કરવાનો છે. 28મી જાન્યુઆરી 2025 સુધીમાં, 30.58 કરોડથી વધુ અસંગઠિત […]

દિમા હાસાઓમાં કોલસાની ખાણમાંથી એક મૃતદેહ મળ્યો, આઠ કામદારો હજુ પણ ફસાયેલા છે

આસામ નજીક દિમા હસાઓ જિલ્લામાં સોમવારે કોલસાની ખાણ પાણીથી ભરાઈ જતાં નવ કામદારો ફસાયા હતા. બુધવારે સવારે સેના અને એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી દરમિયાન ખાણમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઠ કામદારો હજુ પણ ખાણમાં ફસાયેલા છે. આ પછી સેના, આસામ રાઈફલ્સ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોએ બચાવ કાર્ય તેજ કરી દીધું છે. સોમવારે દિમા હસાઓ જિલ્લાના […]

વડોદરા મ્યુનિ.માં વર્ષોથી નોકરી કરતા હેલ્થ વિભાગના કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ

વડોદરાઃ  મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા 554 કર્મચારીઓએ કાયમી ન કરાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા  હેલ્થ વિભાગના કર્મચારીઓ મ્યુનિની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. અને સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદન પત્ર આપ્યું હતું. કર્મચારી મંડળે જણાવ્યું હતું કે, આ પ્રશ્નનો ઉકેલ […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]

નોઈડામાં કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે પટકાતા 3 શ્રમજીવીના મોત

નવી દિલ્હીઃ નોઇડા એક્સ્ટેંશનમાં બાંધકામ સાઇટ્સ પર અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા. ત્રણેય બિહારના રહેવાસી હતા. જે બાદ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર અપનાવવામાં આવેલા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. મૃતકોમાં નાઝીલ અલી (ઉ.વ. 35) અને રાજાબુલ રહેમાન (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે. બંને શ્રમજીવીઓ બિસરાખ વિસ્તારમાં નિર્માણાધીન વેરોના હાઇટ્સ સોસાયટીના 10મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code