1. Home
  2. Tag "WORKERS"

સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગના શ્રમિકોને હવે દર સપ્તાહે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે

સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેટલાક આકરાં નિર્ણયો કર્યા હતા. જેમાં હવે કાપડ-હીરા ઉદ્યોગ માટે, સ્કૂલો માટે, હોટેલ-રેસ્ટોરન્ટ, જીમ સહિતના સ્થળોએ નિયમોની સખત અમલવારી કરાશે. તમામ શ્રમિકોનો દર સપ્તાહે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે. […]

કોંગ્રેસના કાર્યકરો જુથબંધી ભૂલીને એક થઈ ભાજપનો સામનો કરવા સજ્જ બનેઃ ભરતસિંહ સોલંકી

વડોદરાઃ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા  જિલ્લાની ટૂંક સમયમાં આવી રહેલી 289 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તેમ જ ત્યારબાદ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે યોજાયેલા જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં  કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીએ કાર્યકરો અને જિલ્લાના આગેવાનોને શીખામણ આપતા જણાવ્યું હતું કે, જુથબંધી ભૂલીને એક થાવ, સપના જોવા […]

દિવાળી પહેલા શ્રમિકોએ વતનની વાટ પકડતા રોડ મરામતના કામો અધૂરા રહ્યા

અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે મોટાભાગના શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે રોડ-રસ્તાઓના મરામતના કામ પણ અટકી ગયા છે. અમદાવાદ શહેરમાં તો નવરાત્રી સુધીમાં શહેરમાં પડેલા તમામ ખાડાઓ પૂરી દેવામાં આવશે અને રોડ મોટરેબલ કરી દેવાની મ્યુનિ. સત્તાધીશોએ બાંયધરી આપી હતી. પરંતુ શહેરમાં રોડ પરના ખાડાં પુવાના […]

કાશ્મીરમાં શ્રમિકોની હત્યાથી બિહારમાં રોષઃ કાશ્મીરની જવાબદારી બિહારીઓને સોંપવાની માંગણી

દિલ્હીઃ કાશ્મીરમાં એક પછી એક બિહારી શ્રમજીવીઓની હત્યાથી લોકોમાં શોકની સાથે ગુસ્સો ફેલાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે યુવાનોની ગોળીમારીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર બુહારના ચાર નાગરિકોની હત્યા થઈ ચુકી છે. આ મુદ્દા ઉપર બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કાશ્મીરની […]

જામનગરમાં છેલ્લા 4 દિવસથી વીજળી ન આવતા ઉદ્યોગકારોએ અને કામદારોએ કર્યો ચક્કાજામ

જામનગરઃ દેશમાં કોલસાની ઊભી થયેલી કૃત્રિમ અછતને લીધે વીજળીના ઉત્પાદન પર માઠી અસર પડી રહી છે. જેના લીધે ઉદ્યોગોને વીજળી કાપ વેઠવાનો વારો આવ્યો છે. જામનગરના જીઆઇડીસી કનસુમરા પાટીયા પાસે ઉદ્યોગમાં કામ કરતા ઉદ્યોગકારો તેમજ પરપ્રાંતીય 300થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને હાઇવે જામ કર્યો હતો. પીજીવીસીએલ દ્વારા વીજળી ન આપતા તમામ […]

ગુજરાતઃ શ્રમિકોને ફરીથી માત્ર રૂ. 10માં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં શ્રમિકોને ભોજન મળી રહે તે માટે વર્ષ 2017માં શ્રમિક અન્નપર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે શ્રમિકોને માત્ર રૂ. 10માં ભોજન મળતું હતું. જો કે, દોઢ વર્ષ પહેલા આ યોજના બંધ કરવામાં આવી હતી. જો કે, રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને સસ્તુ અને સારુ ભોજન મળી […]

મહારાષ્ટ્રના બુલઢાણામાં ગમખ્વાર અકસ્માતઃ ડમ્પર પલટી જતા 13 શ્રમજીવીઓના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પ્રોજેક્ટ માટે શ્રમજીવીઓને લઈને જતુ ડમ્પર પલટી ખાઈ જતા અંદાજે 13 જેટલા શ્રમજીવીઓના મોત થયાં હતા. આ ઉપરાંત કેટલાક શ્રમજીવીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઈને ડમ્પર જતું હતું. દરમિયાન ડમ્પરને અકસ્માત […]

ગુજરાતઃ અન્ય રાજ્યોમાંથી શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ

અમદાવાદઃ કોરોના કાળમાં સૌથી વધુ અસર પરિવહન ક્ષેત્રે થઈ હતી. હવે કોરોનાના કેસ ઘટતા પુનઃ એસટીથી લઈને રેલવે સુધીની જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. જેમાં કોરોનાના ડરને લીધે વતન ગયેલા શ્રમિકો ગુજરાત પરત ફરી રહ્યા હોવાથી હાલ ટ્રેનોમાં ભારે બીડ જોલા મળી રહી છે.રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં […]

કોરોનાને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડતા તેમને રોકવા માટે ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કર્યા

અમદાવાદઃ ગુજરાતભરમાં  ફરીથી  કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. તેથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ  ગુજરાતથી પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબુમાં નહીં આવતા લૉકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code