1. Home
  2. Tag "world"

સરદાર પટેલનાં મહાન વિચારો દેશની યુવા પેઢી માટે ચોક્કસ માર્ગદર્શક બનશે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એટલે કે 31મી ઓકટોબરે ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર, ડૉ. મનસુખ […]

દુનિયાના આ દેશને મેલેરિયાથી મળી આઝાદી, જાણો આ પહેલા કયા દેશોએ જીતી હતી આ બીમારી સામેની લડાઈ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઈજિપ્તને મેલેરિયા મુક્ત દેશ જાહેર કર્યો છે. WHO નો આ નિર્ણય 100 મિલિયનથી વધુ રહેવાસીઓ ધરાવતા દેશ માટે એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય સીમાચિહ્નરૂપ છે. સંયુક્ત આરબ અમીરાત અને મોરોક્કો પછી મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર મેળવનાર વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વીય ભૂમધ્ય પ્રદેશમાં ઇજિપ્ત ત્રીજો દેશ છે. અને 2010 પછી પ્રથમ દેશ છે. […]

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, […]

હિન્દી દિવસ: હિન્દી એ વિશ્વના 150થી વધુ દેશોમાં બોલાતી ભાષા

નવી દિલ્હીઃ હિન્દી દુનિયાના 150થી વધુ દેશોમાં બોલવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે વિશ્વની 200 થી વધુ યુનિવર્સિટીઓમાં હિન્દી પણ શીખવવામાં આવે છે. જો આખી દુનિયાની વાત કરીએ તો અંદાજે એક અબજ લોકો હિન્દી બોલે છે, લખે છે અને સમજે છે. ભારતમાં, હિન્દી પટ્ટામાં વ્યાપકપણે હિન્દી બોલાય છે, તેની સાથે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ […]

ગ્રીન હાઇડ્રોજન વિશ્વના ઊર્જા લેન્ડસ્કેપમાં એક આશાસ્પદ યોગદાન તરીકે ઉભરી રહ્યું છે: મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશના માધ્યમથી ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું કે, વિશ્વ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે વધતી જતી અનુભૂતિ પર ભાર મૂક્યો હતો કે, જળવાયુ પરિવર્તન […]

ભારત વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનશે,6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપિત થશે

ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં વિવિધ કંપનીઓ દ્વારા લગભગ રૂ. 2.36 લાખ કરોડનું રોકાણ થશે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનો પ્રયાસ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે. ભવિષ્યમાં સેમિકન્ડક્ટરની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.દેશમાં અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય […]

ભારતનું UPI ફિનટેકનું વિશ્વમાં સૌથી મોટું ઉદાહરણ બન્યું: PM મોદી

મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024’ના વિશેષ સત્રને પીએમ મોદીનું સંબોધન છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં $31 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યુંઃ નરેન્દ્ર મોદી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈ અને પાલઘરમાં કાર્યક્રમો છે. મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024’ના વિશેષ સત્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જે ઝડપ અને સ્કેલ ભારતના લોકોએ […]

દુનિયામાં હાહાકાર મચાવનાર MPoxની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલી પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્નને ધ્યાનમાં રાખીને MPoxની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ MPoxની સજ્જતાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી, ત્વરિત તપાસ માટે વિસ્તૃત દેખરેખ રાખવાની સલાહ આપી, ટેસ્ટિંગ લેબ્સ તત્પરતાની સ્થિતિમાં હશે, આ […]

વિશ્વ સિંહ દિવસ: સાસણમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓની સારવાર માટે વિશ્વની નંબર વન હોસ્પિટલ બનાવાશે

અમદાવાદઃ આજે વિશ્વ સિંહ દિવસ. ગુજરાતીઓ માટે ગર્વનો દિવસ, ભારતભરના લોકો વનરાજ સિહને જોવા માટે ગુજરાતમાં આવે છે. સિંહ એ ગુજરાતની શાન છે, પરંતુ જંગલો કપાવાથી સિહ અવાર-નવાર રસ્તા પર આવી ચડે છે અને અકસ્માતનો ભોગ બને છે. આજ દિવસે ગુજરાતનાં વન મંત્રી મુળુભાઈ બેરાનું સિંહોની સુરક્ષાને લઇ નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે, સિંહની સુરક્ષા માટે વન વિભાગ […]

વિશ્વમાં હાલ 17 લાખ જેટલા અજાણ્યા વાયરસ ચિંતાનો વિષય, મહામારીની આશંકા

વિવિધ પ્રજાતિઓમાં ઉદભવતા નવા ઝૂનોટિક રોગો વર્ષ 2030 સુધીમાં બીજી મહામારી તરફ દોરી શકે છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, આબોહવા પરિવર્તન અને પર્યાવરણમાં સતત બદલાવને કારણે પ્રજાતિઓના રહેઠાણ વિસ્તારોને અસર થઈ છે. આને કારણે, પ્રજાતિઓ વચ્ચે નવા સંપર્કો બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પ્રાણીઓથી માણસોમાં એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code