
ચોમાસામાં વાહનો બગડવાની સંભાવના સૌથી વધારે હોય છે, કારણ કે રોડ તુટેલા હોય, ખાડામાં ગાડી પછડાય, આગળ ચાલતા વાહનોનો કાદવ પણ ગાડી પણ ઉડતો હોય છે આ ઉપરાંત જે તે જગ્યાએ પાર્ક પણ કરી શકતા નથી, તો આવામાં ચોમાસામાં ગાડીને જ્યાં ત્યાં પાર્ક પણ કરવી જોઈએ નહીં, જ્યાં ત્યાં પાર્ક કરવાથી ગાડીને નુક્સાન પણ થઈ શકે છે.
વાત એવી છે કે ચોમાસા દરમિયાન કલાકો સુધી પડતા વરસાદમાં તમારી ગતિ અવરોધાય નહીં તેના માટે તમારા વાહનના વાઇપર પણ અગાઉથી બદલી નાખો. વરસાદના સમયે વાઇપરની સૌથી વધુ જરૂર પડે છે. આવી સ્થિતિમાં તે સારી રીતે કામ કરે તે જરૂરી છે. વાસ્તવમાં, વાહનોમાં પહેલેથી જ લગાવેલા વાઇપર ઉનાળાના તડકાને કારણે સુકાઈ જાય છે. જેના કારણે તે પાણીને યોગ્ય રીતે શોષી શકતા નથી અને વરસાદ દરમિયાન કાચ યોગ્ય રીતે સાફ ન કરી શકવાને કારણે તમને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વરસાદના દિવસોમાં ઘણીવાર એવું જોવા મળે છે કે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય છે, જે તમારા વાહન માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરવાનું ટાળો.
આ ઉપરાંત બાઇક હોય કે કાર, વરસાદના દિવસોમાં ટાયરની સ્થિતિ સારી હોવી જોઈએ. વરસાદના દિવસોમાં લપસણા રસ્તાઓ અકસ્માતને આમંત્રણ આપી શકે છે. લપસણો રસ્તાઓ પર વાહનની બ્રેક ઘણીવાર ઓછી અસરકારક બને છે. તેથી, સર્વિસ સેન્ટર પર જઈને વાહનના ટાયર ચેક કરાવવું સારું રહેશે.
વરસાદ દરમિયાન જોરદાર પવન ફૂંકાવાથી તમારી કારને નુકસાન થઈ શકે છે. પવન સાથે ઉડતી કોઈપણ વસ્તુ વાહનના કાચ અથવા બોડીને લાગી શકે છે. આવી સ્થિતિમાં ખુલ્લામાં કાર પાર્ક કરવાનું ટાળો સાથે સાથે ખુલ્લી જગ્યાએ કાર પાર્ક ન કરવાની સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે વાહનની નજીક કોઈ ઝાડ કે પોલ ન હોવો જોઈએ. ભારે પવન અને વરસાદને કારણે તેઓ પડી જવાની સંભાવના વધારે છે.