
- રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન
નવી સરકારની રચના બાદ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સંસદના સંયુક્ત સત્રને સંબોધન… ભારતની વૈશ્વિક સ્થિતિના કર્યા વખાણ…
- લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી
પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી…. ઐમ્સ માં કરાયા છે દાખલ… ડોક્ટરોની ટીમ ખડેપગે….
- અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
આજે અમદાવાદમાં વંટોળ સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા… તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 75 થી વધુ તાલુકામાં પડ્યો વરસાદ…. ટંકારામાં પડ્યો સાડા ચાર ઇંચ વરસાદ…
- અમદાવાદમાં લાખો વૃક્ષો વાવશે
અમદાવાદમાં 30 લાખ વૃક્ષો વાવવાનો એએમસીનો સંકલ્પ માત્ર કાગળ પર રહે તેવી શક્યતા…. આગોતરા આયોજનના ભાવે માત્ર 10% જ વૃક્ષારોપણ થયું…..
- ગિફ્ટી સિટીમાં દારૂની પરમીટનો ફિયાસકો
આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની યોજનાનો રકાસ…. પરમીટની સંખ્યા ઓછી અને શોપ્સ વધારો…. શરાબ થયો ત્રણ ગણો મોંઘો… અપેક્ષા મુજબ નથી થતો ધંધો….
- અનેક શાળા શિક્ષક વિનાની
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ગુજરાતની અનેક શાળાઓ શિક્ષક વિનાની… ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં એક શાળામાં એક જ શિક્ષક…. અપૂરતા અને ખખડધજ ઓરડાને કારણે વિદ્યાર્થીઓ ઝાડ નીચે ભણવા મજબૂર….
- દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું
દ્વારકા જિલ્લામાં 21 કરોડનો ડ્રગ્સ ઝૂંપડામાંથી ઝડપાયો… ઘરમાં ખાટલા નીચે છુપાવ્યું હતું 42 કિલો ડ્રગ્સ….
- સિંહોના મોત મામલે સમિતિની રચના
ગીરના જંગલોના સિંહોના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસ માટે 10 સભ્યોની સમિતિની રચના… હાઇકોર્ટે વન વિભાગ અને રેલવે ઓથોરિટી પાસે સંયુક્ત રિપોર્ટ માંગ્યો… રેલ્વે ઓથોરિટી અને વન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે…..
- નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના માટે અરજી
ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં ચાર લાખ અરજીઓ આવી…….. દસ લાખ અરજી આવે તેવો છે સરકારનો લક્ષ્યાંક…… યોજના માટે ફરજીયાત એવા આવકના દાખલામાં લાગી રહ્યો છે લાંબો સમય….
- ભાજપાની વેબસાઈટ નથી થતી ઓપરેટ?
ગુજરાત ભાજપની વેબસાઈટ 52 દિવસથી નથી થઈ અપડેટ… સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગને લીધે વેબસાઈટનો સીમિત ઉપયોગ..…
- કાલાવાડમાં બારે મેઘ ખાંગા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ….. પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા ગામેગામ ભરાયા પાણી….
- ટોલ સિસ્ટમથી આવકમાં વધારો
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતીન ગડકરીનું નિવેદન, રસ્તો ખરાબ હોય તો ટોલટેક્સ લેવો અયોગ્ય…. ટૂંક સમયમાં લાગુ થશે સેટેલાઈટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ… નવી ટોલ સિસ્ટમથી આવકમાં થશે 10,000 કરોડનો વધારો
- સુનિતા વિલિયમ્સને પરત લાવવા કવાયત
ગુજરાતી મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર અટવાઈ જતા પૃથ્વી પર પાછા લાવવાની કવાયત તેજ… પાછા લાવવા માટે મસ્કની સ્પેસ એક્સની મદદ લેવાશે….
- અમેરિકામાં ભારતીય તબીબની સિદ્ધિ
અમેરિકાના શિકાગોમાં ભારતીય ડોક્ટરની સિદ્ધિ….. દર્દીને બેભાન કર્યા વગર કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરી બીજા દિવસે અપાઈ રજા…
- બે આતંકવાદી પંજાબમાં ઘુસ્યાં
પાકિસ્તાન સરહદેથી બે આતંકી પંજાબમાં ઘુસ્યા….. આતંકીઓએ બંદૂક દેખાડી સ્થાનિક ભોજન બનાવ્યું…. બીએસએફ, સૈન્ય અને પોલીસ હાઇ એલર્ટ પર…. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનની સુરક્ષા વધારવામાં આવી…
- કરાચીમાં ગરમીનો કહેર
પાકિસ્તાનના કરાચીમાં કાળઝાળ ગરમીથી ચાર દિવસમાં 450 લોકોના મોત, ચોમાસું ખેંચતા અને બફારો થતા સ્થાનિકો આકુળ વ્યાકુળ
- કેન્યમાં સરકાર વિરોધી હિંસક દેખાવ
કેન્યામાં સરકાર વિરોધી હિંસક દેખાવમાં કુલ 23 ના મોત 50 ની ધરપકડ, કેન્યાની સરકારના આર્થિક સુધારાના સ્વરૂપમાં ટેક્સમાં વધારો કરવામાં આવતા ફાઇનાન્સ બિલથી લોકો નારાજ
- ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ
ટી 20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ…. ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગે મેચ શરૂ થશે….. મેચમાં વરસાદ પડે તેવી આશંકાથી ક્રિકેટ રસિકો ચિંતિત….તો બીજી બાજુ સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવી ફાઈનલમાં મેળવ્યો પ્રવેશ….