1. Home
  2. ગુજરાતી
  3. તમિલનાડુના વિજ મંત્રી સેંથિલ બાલાજીની ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે કરી ધરપકડ
તમિલનાડુના વિજ મંત્રી સેંથિલ બાલાજીની ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે કરી ધરપકડ

તમિલનાડુના વિજ મંત્રી સેંથિલ બાલાજીની ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે કરી ધરપકડ

0
Social Share
  • તમિલનાડુના વિજળી મંત્રીની ધરપકડ
  • મની લોન્ડરીંગ મામલે ઈડી એ ધરપકડ કરી

દિલ્હીઃ- દેશભરમાં મની લોન્ડરિંગ મામલે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્રારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે તમિલનાડુના વીજ મંત્રી સેંથિલ બાલાજી પર મનીલોન્ડરિંગ મામલે ઈડી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે વહેલી સવારે ઈડી દ્રારા દરોડા પૂરા કર્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ઈડીએ તમને કસ્ટડિમાં લીધા ત્યારે મંત્રી રોવા લાગ્યા હતા.

આ સાથે જ ઈડીના અધિકારીઓ પૂછપરછ કરતા પહેલા પાવર મિનિસ્ટરને ચેક-અપ માટે તેઓને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઈડીના અધિકારીઓએ કથિત મની લોન્ડરિંગ કેસમાં કરુરમાં ડીેમકે નેતાના નિવાસસ્થાન અને રાજ્ય સચિવાલયમાં તેમની ઓફિસ પર દિવસભરના દરોડા પાડ્યા પછી આ કાર્યવાહી કરી હતી.

આ સહીત  કરુરમાં તેના ભાઈ અને નજીકના સહયોગીના પરિસર પર પણ ઈડી  દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.બીજી તરફ  ડીએમકેના રાજ્યસભા સાંસદ એનઆર એલાન્ગોએ મીડિયાને માહિતી આપી હતી  કે તમિલનાડુના વીજળી પ્રધાન વી સેંથિલ બાલાજીને મંગળવારે સવારે 7 વાગ્યે નજરકેદ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓને કોી સાથે મળવા દેવાયા પણ નહતા.

ઉલ્લેખનીય છે કે  EDએ સેંથિલ બાલાજીની વિરૂદ્ધ કથિત મની લોન્ડરિંગના કેસમાં ઘણાં કલાકો સુધી ઘરે પૂછપરછ કરી હતી. આ પછી તેને ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પરંતુ સેંથિલ કુમાર જે રીતે રડવા લાગ્યો, તે બાદ ઈડીએ તેને તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code