
તમિલનાડુની સ્ટાલિન સરકારના મંત્રી કે પોનમુડીને ભ્રષ્ટાચારના કેસમાં હાઈકોર્ટે ફટકારી સજા
બેંગ્લોરઃ તમિલનાડુની સ્ટાલિન સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીએમકેના નેતા કે. પોનમુડીને આવક કરતા વધારેની સંપતિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કસુરવાર ઠરાવીને સજા ફરમાવી છે. એટલું જ નહીં લાખોનો દંડ ફટકાર્યો છે.
કેસની હકીકત અનુસાર તમિલનાડુના સિનિયર નેતા કે પોનમુડીને મદ્રાસ હાઈકોર્ટે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક કેસમાં 3 વર્ષની સજા ફટકારી છે. હાઈકોર્ટે તેમને ઉપર રુ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. હાઈકોર્ટે લોવર કોર્ટે પોનમુડીને મુક્ત કરવાના આદેશને પલટીને સજાનો નિર્દેશ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે પોનમુડીને આવકથી વધુ સંપતિના કેસમાં દોષી ઠરાવ્યાં છે. કોર્ટે તમિલનાડુના ઉચ્ચ શિક્ષા મંત્રી અને તેમની પત્ની પી. વિસાલક્ષીને નિર્દોશ છોડી મુકવાના સ્થાનિક કોર્ટના આદેશને મંગળવારે રદ કર્યો હતો
કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, પોનમુડી દ્રમુક શાસનમાં 2006થી 2011 વચ્ચે મંત્રી હતા. આ દરમિયાન તેમણે પોતાના અને પત્નીના નામે રૂ. 1.75 કરોડની સંપત્તિ ઉભી કરી હતી. જે આવકના સ્ત્રોત કરતા વધારે હતી. મંત્રીને અયોગ્ય ઠરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..