
બાળકોને આસાન ટીપ્સ વડે શિખવાડો લાઈફમાં રિજેક્શનને કઈ રીતે હેન્ડલ કરવું
જીવનમાં દરેક વ્યક્તિ માટે સાંભળવું સામાન્ય વાત નથી, પણ બાળકો માટે તેને સમજવું અને સ્વીકારવું મુશ્કેલ બને છે. આવામાં તેમના માટે અસ્વીકારનો સામનો કરવાની તૈયારી કરવી જરૂરી છે. કેટલીક આસાન ટીપ્સ છે જે બાળકોને રિજેક્શનમાં સામનો કરવામાં મદદ કરશે.
ખુલીને વાત કરો: બાળકો સાથે રિજેક્શન વિશે ખુલીને વાત કરો. સમજાવો કે, આ જીવનનો એક ભાગ છે અને દરેક જોડે થાય છે.
સકારાત્મકતાને પ્રોત્સાહન આપો: બાળકોને શીખવડો કે દરેક નકારાત્મક સ્થિતિમાં કંઈક સકારાત્મક શોધવું જરૂરી છે. આનાથી તેમને આગળ વધવાની પ્રેરણા મળશે.
નવી વસ્તુઓ અજમાવવા માટે હિંમત વધારો: બાળકોને નવા કામ કરવા પ્રોત્સાહિત કરો, પછી ભલે તેઓ ડરતા હોય. તેમને અસ્વીકૃતિના ડરથી ઉપર ઊઠવામાં મદદ કરશે.
નિષ્ફળતામાંથી શીખો: તેમને જણાવો દરેક નિષ્ફળતામાંથી કંઈક શીખવાનું હોય છે. આ સીખ તેમને ભવિષ્યમાં વધુ મજબૂત બનાવશે.
સમર્થન અને પ્રેમ દેખાડો: તમારા બાળકોને જણાવો કે તેમને રિજેક્ટ કરવામાં આવે તો તેમને તમારુ સમર્થન અને પ્રેમ મળશે. આનાથી તેઓ સુરક્ષિત મહેસૂસ કરશે.