1. Home
  2. ગુજરાતી
  3. એક દિવસમાં તમે ગૂગલ પે પર આટલા પૈસા કરી શકો છો ટ્રાન્સફર, 1 દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે
એક દિવસમાં તમે ગૂગલ પે પર આટલા પૈસા કરી શકો છો ટ્રાન્સફર, 1 દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે

એક દિવસમાં તમે ગૂગલ પે પર આટલા પૈસા કરી શકો છો ટ્રાન્સફર, 1 દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે

0
Social Share

નવી દિલ્હી: ગૂગલ પે UPI આધારિત મની ટ્રાન્સફર એપ્લિકેશન છે. આજે જી પે મોટા પાયે યૂઝ થાય છે. Google Payનું ઇન્ટરફેસ એકદમ સરળ છે.

તમે ગૂગલ પેથી માત્ર સેકન્ડોમાં જ એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો કે ગૂગલ પે પર પણ ટ્રાન્ઝેક્શન માટેની એક મર્યાદા હોય છે. ગૂગલ પેએ એક લિમિટ પણ લગાવી છે.

અહીંયા ગૂગલ પે યૂઝર્સને એ વિશે જાણ હોવી જોઇએ કે આ એપથી કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકે છે. અહીં અમે તેના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ. જેમ આપણે બધા જાણીએ છીએ કે Google Pay UPI પ્લેટફોર્મ પર કામ કરે છે. આની મદદથી તમે રિયલ ટાઇમમાં તમે રિયલ ટાઇમમાં અન્ય વ્યક્તિ અથવા વેપારીને પૈસા મોકલી શકો છો.

ગૂગલ પે પર જે એક દિવસની મર્યાદા સેટ કરાઇ છે તે પ્રમાણે તમે Google Pay પર એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધી મોકલી શકો છો. આના પર એક દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તમે આ એપ દ્વારા એક દિવસમાં 2000 રૂપિયાથી વધુની વિનંતી કરી શકતા નથી. મની ટ્રાન્સફર માટે G Payની પોતાની મર્યાદા ઉપરાંત, કેટલીક બેંક મર્યાદાઓ પણ છે.

આપને જણાવી દઇએ કે, આ કારણે, તમે બેંકમાં બેલેન્સ હોવા છતાં પણ G Pay થી પૈસા મોકલી શકતા નથી. આ બેંક મર્યાદા દરેક બેંક માટે અલગ છે. તમે બેંકની વેબસાઇટ પર બેંક મર્યાદા વિશે જોઈ શકો છો. આ સિવાય, જો સિસ્ટમ રિસીવરના ખાતામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જુએ છે, તો તે ટ્રાન્ઝેક્શનને હોલ્ડ પર રાખશે અને તમને તેના વિશે જાણ કરશે. આ છેતરપિંડી અટકાવવા માટે કરવામાં આવે છે.

Google Pay પર મર્યાદા સમાપ્ત થયા પછી, તમે બીજા દિવસ સુધી રાહ જોઈ શકો છો. આ સિવાય, તમે અન્ય ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો જેમ કે ઑનલાઇન નેટ બેંકિંગ અથવા NEFT. Google Pay UPI મર્યાદા વધારવાનો કોઈ સરળ રસ્તો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code