
- iOS યૂઝર્સ માટે ખુશખબર
- નેટફ્લિક્સે iOS યૂઝર્સ માટે ગેમ લોન્ચ કરી
- હવે તેઓ પણ ગેમ રમી શકશે
નવી દિલ્હી: એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નેટફ્લિક્સે થોડાક સમય પહેલા ગેમ્સ લૉન્ચ કર્યા બાદ એપલ આઇફોન તેમજ આઇપેડ યૂઝર્સ પણ ગેમ્સને લઇને આતુર હતા અને ઉત્સુક હતા. હવે તેઓની આતુરતાનો અંત આવતા નેટફ્લિક્સે આઇફોન અને આઇપેડ માટે ગેમ્સ લૉન્ચ કરી છે. નેટફ્લિક્સ અનુસાર iOS યૂઝર્સ માટે ગેમ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આપને જણાવી દઇએ કે નેટફ્લિક્સે મોબાઈલ ગેમ્સ Stranger Things: 1984 (BonusXP), Stranger Things 3: The Game (BonusXP), Shooting Hoops (Frosty Pop), Card Blast (Amuzo & Rogue Games) અને Teeter Up (Frosty Pop) ઉપલબ્ધ કરાવી છે.
અહીંયા નેટફ્લિક્સ ગેમ્સની ખાસિયત એ છે કે એપને ઓપન કરવા માટે અન્ય કોઇ એપ પર્ચેસ કરવાની આવશ્યકતા રહેતી નથી. તમે તમારા ચાલુ પ્લાનની મદદથી અને ઑફલાઇન ગેમ રમી શકો છો. માત્ર એડલ્ટ પ્રોફાઇલની મદદથી આ ગેમને એક્સેસ કરી શકાશે, બાળકો આ ગેમને નહીં રમી શકે. એક્સેસને ડિસેબલ કરવા માટે પિન સેટ કરવાની પણ સુવિધા છે.
એન્ડ્રોઈડ માટે ગેમ્સને રોલ આઉટ કર્યા બાદના એક અઠવાડિયા બાદ આઈફોન માટેની ગેમની ઘોષણા કરવામાં આવી છે. નેટફ્લિકસના ઈન્ટરફેસમાં પણ આ ગેમ જોવા મળશે. જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો તો તમે પ્લે સ્ટોરમાંથી અથવા જો આઈફોન યૂઝર છો, તો તમે એપ સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.
કંપનીએ ગેમ લોન્ચ દરમિયાન જણાવ્યું કે, અમે ગેમની એક લાઈબ્રેરી બનાવવા ઈચ્છીએ છીએ, જે તમામ લોકોને કંઈક સારુ પ્રદાન કરે. એક શાનદાર ગેમિંગ અનુભવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને યૂઝર્સને આમાં જોડવા ઈચ્છીએ છીએ.
સ્ક્વિડ ગેમ લોન્ચ કર્યા બાદ નેટફ્લિક્સ વૈશ્વિક સ્તરે વિસ્તરી રહ્યું છે.