1. Home
  2. ગુજરાતી
  3. આજે અનેક દેશોમાં ફેસબૂક અને વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન, યૂઝર્સ પરેશાન

આજે અનેક દેશોમાં ફેસબૂક અને વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન, યૂઝર્સ પરેશાન

0
Social Share
  • આજે ઘણા દેશોમાં ફેસબૂક, વોટ્સએપની સર્વિસ થઇ ડાઉન
  • સર્વિસ ડાઉનથી યૂઝર્સ અનેક સમસ્યાનો કરી રહ્યા છે સામનો
  • ખાસ કરીને અમેરિકા અને યૂકેના યૂઝર્સ વધુ સમસ્યા અનુભવી રહ્યા છે

નવી દિલ્હી: આજે ઘણા દેશોમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ ડાઉન થતા યૂઝર્સ નિરાશ થયા છે. યૂઝર્સને થોડા સમય માટે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટિના, ઉરુગ્વે, ચિલી, બ્રાઝિલ, બાંગ્લાદેશ જેવા દેશોમાં આ પ્લેટફોર્મ ડાઉન થયા હતા.

વિશ્વભરમાં ફેસબૂક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના કરોડો યૂઝર્સ છે. હવે આ પ્લેટફોર્મ્સ લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. આવી સ્થિતિમાં જ્યારે આ પ્લેટફોર્મમાં ખામી સર્જાય ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઑનલાઇન આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર અમેરિકા, યુકેના યૂઝર્સ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પરના 40 ટકાથી વધુ રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સર્વિસ બ્લેકઆઉટ થઇ છે. ટ્વિટર પર ફોટો અને પોસ્ટ લોડ થવામાં પણ યૂઝર્સ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સેવામાં વિક્ષેપ અંગે અસંખ્ય યૂઝર્સની ફરિયાદ છતાં આ સમસ્યા અંગે ફેસબૂકના અધિકૃત સ્ટેટસ પેજ પર આ મામલે કોઇ પોસ્ટ થઇ નથી. સૂત્રોનુસાર, ફેસબૂક હાલ ઓપરેબિલીટી રિસ્ટોર કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, અગાઉ એપ્રિલ અને માર્ચ મહિનામાં પણ પ્લેટફોર્મમાં ક્ષતિ ઉભી થઇ હતી. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેંજર સહિતના એપ્સ વચ્ચે ક્રોસ-પ્લેટફોર્મ મેસેજિંગને મંજૂરી આપવા માટે ફેસબૂક બેકએન્ડ સહિત તેની વિવિધ સેવાઓ એકીકૃત કરવાનું કામ કરી રહ્યું છે.

નિષ્ણોત અનુસાર, જેમ જેમ ઇન્ટિગ્રેશન વધશે તેમ તેમ સર્વિસ ડાઉન થવાના કિસ્સા વધશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code