1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

0
Social Share

નવી દિલ્હી: અત્યારે ટેક્નોલોજીના આ જમાનામાં ઑનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે. હેકર્સ એટલા શાતિર હોય છે કે યૂઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા કીમિયા વાપરતા હોય છે અને દર વર્ષે લાખો યૂઝર્સ આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

ક્યારેક એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અપડેટના નામે અથા પેટીએમ કેવાઇસીના નામે લોકોને છેતરવાના કિસ્સા સામે આવતા હોય છે તેથી દરેક પળે સતર્ક રહેવું આવશ્યક છે. આજે વોટ્સએપ દરેકના ફોનમાં હોય છે ત્યારે કૌભાંડીઓ આ જ તકનો ફાયદો ઉપાડીને લોકોને વોટ્સએપથી પોતાનો શિકાર બનાવી રહ્યા છે. લોકો વોટ્સએપ પર આવેલા લિંક અને મેસેજ પર ક્લિક કરી દે છે.

આ રીતે કોઇપણ અજાણી લિંક પર વિચાર કર્યા વગર ક્લિક કરવાની આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ રીતે લિંક પર ક્લિક કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.

આ રીતે વોટ્સએપ પર તમે ફ્રોડના શિકાર બનો છો

હેકર્સ વોટ્સએપ નંબર પર એક ફિશિંગ લિંક મોકલે છે. આ લિંક તમારા કોમ્પ્યુટર પર પણ આવી શકે છે. આ લિંક કોઇ રોચક જાણકારી કે ઓફર સાથે જોડાયેલી હોય છે. તહેવારોની સિઝન દરમિયાન આ પ્રકારની લિંક ખાસ મોકલવામાં આવે છે. કારણ કે તાજેતરમાં ઑનલાઇન શોપિંગ અને ફેસ્ટિવલ ઑફર્સની ભરમાર છે.

તમે જેવી આ લિન્ક પર ક્લિક કરો છો તો તમારી સામે એક નવુ પેજ ખુલે છે અને આ પેજ પર તમારી અંગત માહિતી માંગવામાં આવે છે. જેમકે- તમારુ નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, બેંક એકાઉન્ટ, પાન કાર્ડ નંબર, આધાર નંબર અથવા પછી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર વગેરે. તમે આ માહિતી પૂરી પાડો છો.

તમે જેવી આ માહિતી પેજમાં નોંધશો કે બધી જ જાણકારી પળવારમાં જ હેકર્સને મળી જશે. જેના આધારે હેકર્સ તમારા બેંક ખાતાને એક્સેસ કરીને તેનો સફાયો કરી નાખશે. તેથી બને ત્યાં સુધી વોટ્સએપ પર કોઇ અજાણ્યા નંબર પરથી આવતી અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો અને સતર્ક રહો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code