
- કીબોર્ડમાં કેમ હોય છે આડા અવળા આલ્ફાબેટ્સ
- આ છે તેની પાછળનું કારણ
- તેની પાછળનો ઇતિહાસ વાંચો
નવી દિલ્હી: ક્યારેક કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરતા હોય છે પરંતુ તેની કેટલીક અટપટ્ટી કે રોચક વાતોથી આપણે તદ્દન અજાણ હોય છે. આજે દરેક કામકાજ માટે ઉપયોગ થતા કમ્પ્યુટરમાં કીબોર્ડમાં આલ્ફાબેટ આડા અવળા આપેલા હોય છે. જ્યારે આપણે નાના હતા ત્યારે એક લાઇન ટાઇપ કરવામાં પણ અનેક મિનિટો લાગતી હતી. ત્યારે થતું કે કીબોર્ડ પર આ રીતે કેમ આલ્ફાબેટ્સ આપેલા હશે. જો કે આજે મોટા થયા તો આ જ આડી અવળી કીને કારણે આપણે ફટાફટ ટાઇપ કરી શકીએ છીએ.
આપણે કીબોર્ડના ઇતિહાસ પર નજર કરીએ તો કમ્પ્યુટરના નિર્માણ પહેલાથી જ QWERTY કીબોર્ડનું ફોર્મેટ ચાલી આવી રહ્યું છે. ઇતિહાસમાં જઇએ તો વર્ષ 1868માં ક્રિશ્ટોફર લથામ શોલ્સ કે જેણે ટાઇપરાઇટર શોધ્યું, તેમણે પહેલાં એબીસીડી ફોર્મેટમાં કીબોર્ડ બનાવ્યું હતું, પરંતુ તેનાથી સ્પીડમાં ટાઇપ ના થતું હોવાનું તેને લાગ્યું. અનેક Keysમાં પણ સમસ્યાઓ આવી રહી હતી.
અહીંયા સમસ્યા એ હતી કે ABCD વાળા કીબોર્ડને કારણે ટાઇપરાઇટર પર લખવું વધુ પડકારજનક થતું હતું. ખાસ તો શબ્દો એકબીજાની ખૂબ નજીક હોવાથી ટાઇપિંગમાં તકલીફ પડી રહી હતી. ત્યારે, અંગ્રેજી આલ્ફાબેટ્સમાં સૌથી વધુ E, I, S, Mનો ઉપયોગ થાય છે. જ્યારે, X,Y, Z જેવા આલ્ફાબેટ્સનો ઉપયોગ ઓછો થાય છે. જેથી વધારે પડકારજનક હતું. ત્યારે અનેક જહેમત બાદ વર્ષ 1870માં ઘણા બધા પરિક્ષણ બાદ અંતે QWERTY કિબોર્ડ બનાવવામાં આવ્યું હતું.