
- ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને જંગી નુકસાન થયું
- ગત વર્ષે ઇન્ટરનેટ બંધ થવાથી ભારતને 2.8 અબજ ડોલરનું નુકશાન
- સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થવાથી કુલ 4 અબજ ડોલરનું નુકસાન
નવી દિલ્હી: ઇન્ટરનેટ આજના સાંપ્રત સમયમાં જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની ચૂક્યું છે અને ઇન્ટરનેટ વગર વિશ્વની કલ્પના કરવી પણ અશક્ય છે ત્યારે ગત વર્ષે ઇન્ટરનેટ શટ ડાઉનને કારણે ભારતને જંગી નુકશાન થયું હતું. ગત વર્ષે ઇન્ટરનેટ બંધ થવાથી ભારતને 2.8 અબજ ડોલરનું નુકશાન થયું છે જે વિશ્વમાં સૌથી વધુ છે. સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ થવાથી કુલ 4 અબજ ડોલરનું નુકસાન થયું છે. જેનો ત્રણ ચતુર્થાંસ હિસ્સો ભારત પાસે છે.
બ્રિટનની ડિજીટલ પ્રાઇવસી અને સિક્યુરિટી રિસર્ચ ગ્રૂપ ટોપ વીપીએનના રિપોર્ટ અનુસાર ભારતને વર્ષ 2020માં ઇન્ટરનેટ બંધ થવાથી વર્ષ 2019ની તુલનાએ બમણું નુકશાન થયું છે. આ સ્ટડીમાં ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશોને સામેલ કરવામાં નહોતા અન્ય કેમ કે સંશોધકોએ સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કર્યો હતો.
ભારત તે 21 દેશોમાં ટોચ પર રહ્યું છે જેઓએ નેટ પર પ્રતિબંધ મૂક્યો હોય. ગ્લોબલ કોસ્ટ ઑફ ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ અનુસાર ભારતે જે પ્રતિબંધ વર્ષ 2019માં લગાવ્યા હતા તે વર્ષ 2020માં પણ ચાલુ રહ્યા હતા.
ભારતમાં 8927 કલાક સુધી ઇન્ટરનેટના ઉપયોગ પર રોક લગાવવામાં હતી જે વિશ્વમાં સર્વાધિક છે. વર્ષ 2020માં ભારતમાં ઘણા સ્થળોએ ઘણી વખત ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેટ શટડાઉનના ઘણા કારણો રહ્યા પરંતુ તેનાથી જંગી નુકશાન થયું છે.આ ઉપરાંત કાશ્મીરમાં 7 મહિના સુધી ઈન્ટરનેટ બંધ રહેવાનો સૌથી મોટો ફટકો લાગ્યો છે.
(સંકેત)