1. Home
  2. ગુજરાતી
  3. આતંકીઓની નાણાકીય વ્યવહારોની નવી પદ્ધતિઓ સુરક્ષા વ્યવસ્થા-ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકટર માટે જોખમી
આતંકીઓની નાણાકીય વ્યવહારોની નવી પદ્ધતિઓ સુરક્ષા વ્યવસ્થા-ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકટર માટે જોખમી

આતંકીઓની નાણાકીય વ્યવહારોની નવી પદ્ધતિઓ સુરક્ષા વ્યવસ્થા-ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકટર માટે જોખમી

0
Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના ગુરુગ્રામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેટાવર્સ અને એનએફટીના યુગમાં અપરાધ અને સાયબર સિક્યોરિટી પરના જી-20 કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદીઓ હિંસા ફેલાવવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને નાણાકીય સંસાધનો એકત્ર કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. અમિત શાહે આજે હરિયાણાના ગુરુગ્રામમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેટાવર્સ અને એનએફટીના યુગમાં અપરાધ અને સાયબર સિક્યોરિટી પરના જી-20 કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રને સંબોધતા કહ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા નાણાકીય વ્યવહારો માટે નવી પદ્ધતિઓ અને નવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી સુરક્ષા વ્યવસ્થા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે ખતરો ઉભો થયો છે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો અને વૈશ્વિક શક્તિઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ નાગરિકો અને સરકારોને આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘ડાયનામાઈટથી મેટાવર્સઅને હવાલાથી ક્રિપ્ટોકરન્સીસુધીના સુરક્ષા પડકારોમાં ફેરફાર ચિંતાનો વિષય છે. સાયબર ગુનેગારો સાયબર હુમલાઓ, ગંભીર અંગત ડેટાના વેચાણ, ઓનલાઈન ઉત્પીડન અને બાળ દુર્વ્યવહારથી લઈને નકલી સમાચારો અને ટૂલકીટ સુધીના ખોટા માહિતી અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે એક સામાન્ય વ્યૂહરચના માટે પણ વિનંતી કરી.

છેલ્લા નવ વર્ષ દરમિયાન ડિજિટલ ક્ષેત્રે સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ભારત ડિજિટલ વ્યવહારોમાં વિશ્વના અગ્રણી દેશોમાં છે અને 2022માં દેશમાં નવ કરોડ વ્યવહારો ડિજિટલ માધ્યમથી થયા હતા.  ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ભારતીય મોડલ વિશ્વમાં ઉદાહરણ તરીકે ઊભરી આવ્યું છે.  વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે, G-20 જૂથમાં સાયબર સુરક્ષા પર આ પ્રથમ કોન્ફરન્સ છે. અત્યાર સુધી જી-20માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને આર્થિક દૃષ્ટિકોણથી ડેટાના પ્રવાહ પર ભાર મૂકવામાં આવતો હતો, પરંતુ હવે ગુના અને સુરક્ષાના પાસાઓ અને તેના ઉકેલ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ દેશની સાત મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓની સાયબર સ્વયંસેવક ટુકડીઓને પણ ફ્લેગ ઓફ કરી હતી. આ સ્વયંસેવકો સમાજમાં સાયબર જાગૃતિ ફેલાવવા અને હાનિકારક સામગ્રીની ઓળખ કરીને સમાજને સાયબર સુરક્ષિત બનાવવા માટે કામ કરશે. આ પ્રસંગે તેમણે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code