
કેરળના બીજા નંબરના સોથી ઊંચા પર્વત પર 62 વર્ષિય આ વૃદ્ધાએ સાડી પહેરીને કર્યું ટ્રકિંગ
- 62 ના દાદીએ સાડી પહેરીનુે કર્યું ટ્રકિંગ
- કેરળના બીજા નંબરના સૌથી ઊંચા પર્વત પર ટ્રેકિંગ કર્યું
- લોકો કરી રહ્યા છે વખાણ
જો કોી પણ વ્યક્તિ ઈચ્છે તો તે ઘારે તે કરી શકે છે, તેના માટે કોઈ પણ ઉમંર અને પોશાકને કોી જ લેવા દેવા હોતું નથી અને આ વાત સાબિત કરી બતાવી છે આ વાર્તા છે બેંગ્લોરની રહેવાસી નાગરત્નમા જે એક 62 વર્ષના છે અને સાડી પહેરીને ટ્રેકિંગ કરતા જોવા મળ્યા છે. તેમને વૃદ્ધ કહેવું પણ લજાવે તેવું છે,કારણ કે જ્યા આપણી ઉમંરના લોકો 2 4 સીડી ચઢીને થાકી જાય છે ત્યારે તેમણે કેરલનો બીજા નંબરનો સૌથી ઊંપો પહાડ સર કર્યો છે અને તે પણ સાડી પહેરી છે,છેને આષશ્ચર્યની વાત.
નાગરતનમ્માની ઉંમર 62 વર્ષ છે. તે બેંગ્લોરની રહેવાસી છે. તેના નામની મોટી સિદ્ધિ છે. નાગરત્નમ્મા આ ઉંમરે કેરળના બીજા સૌથી ઊંચા શિખર તિરુવનંતપુરમમાં અગસ્ત્યકુડમ પર ચઢી ચૂક્યા છે. શિખર પર ચડતા નાગરત્નમ્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેઓ ફેમસ થઈ ગયા હતા.
આ વાત છે 16 ફેબ્રુઆરીના રોજની,આ દિવસે નાગરતમ્માએ અગસ્ત્યર્કૂડમ શિખર પર દોરડા પર ચઢાણ કર્યું. તિરુવનંતપુરમનું અગસ્ત્યકુડમ સહ્યાદ્રી પર્વતમાળાના સૌથી ઊંચા અને સૌથી મુશ્કેલ શિખરોમાંથી એક છે. નાગરચમ્મા સાથે તેમનો પુત્ર અને તેમના મિત્રો પણ હતા. નાગરથમ્માનું આ પ્રથમ ચઢાણ હતું. લગ્ન પછી ઘર-પરિવાર અને ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી સ્ત્રીએ વૃદ્ધ થયા પછી પણ પોતાની હિંમત અને નિર્ભયતા જાળવી રાખી.
ખાસ વાત એ છે કે ઉંચા શિખર પર ચડનાર દાદી નગરરત્નમ્માએ કોઈ ટ્રેકિંગ સૂટ કે પેન્ટ અને સલવાર નહીં પરંતુ પરંપરાગત સાડી પહેરી છે. ચાલવામાં મુશ્કેલી પડે તેવી સાડી પહેરીને તેણે કેરળમાં એક ઉચ્ચ શિખર જીતી લીધું. જ્યારે તેનો સાડીમાં ટ્રેકિંગ કરવાનો વીડિયો સામે આવ્યો ત્યારે દરેક તેની દાદીના વખાણ કરતાં થાકતા નહોતા.